શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 8 ફેબ્રુઆરી 2021 (13:19 IST)

Mauni amavasya 2021: પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે મૌની અમાસ પર કરો આ ઉપાય

હિન્દુ કેલેન્ડર મુજબ માઘ મહિનામાં કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ મૌની અમાવસ્યા આવી રહી છે. તેને માઘી અમાવસ્યા પણ કહેવાય છે. આ વખતે માઘ મહિનામં મૌની અમાવસ્યા 11 ફેબ્રુઆરી 2021 દિવસ ગુરૂવારે આવી રહી છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે મૌન રહીને પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાથી વ્યક્તિને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. મૌની અમાવસ્યાનુ ખૂબ મહત્વ બતાવ્યુ છે. આ તિથિ પરેશાનીઓથી મુક્તિ મેળવવા માટે ખૂબ ઉત્તમ માનવામાં આવે છે.  જો તમને લાગી રહ્યુ છે કે તમારા જીવનમાં પરેશાનીઓ તમારો પીછો નથી છોડી રહી તો આ દિવસે કેટલાકુપાય કરીને તમે પરેશાનીઓથી મુક્તિ મેળવી શકો છો. તો ચાલો જાણીએ મૌની અમાવસ્યાના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાય 
 
 
મૌની અમાવસ્યાના દિવસે કોઈ પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન કરો અને ત્યારબાદ લોટની ગોળીઓ બનાવીને માછલીઓને ખવડાવો. આ ખૂબ જ પુણ્યનુ કાર્ય માનવામાં આવે છે. માન્યતા છે કે આવુ કરવાથી તમારા જીવનની સમસ્યાઓથી મુક્તિ મળે છે અને મોટામાં મોટી પરેશાનીનો પણ અંત આવી જાય છે.  આ ઉપરાંત મૌની અમાવસ્યા પર કીડીઓને ખાંડ અને લોટ નાખવો જોઈએ  એવુ કહેવાય છે કે આવુ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. 
 
આ દિવસ કાર્લસર્પ દોષ નિવારણ માટે પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષ છે જેને કારણે તમને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો ચાંદીના નાના નાગ નાગિનની જોડી બનાવીને પૂજન કરો અને ત્યારબાદ નદીમાં તેને પ્રવાહિત કરી દો. તેનાથી તમારા કાલસર્પ દોષના ખરાબ પ્રભાવથી મુક્તિ પ્રાપ્ત થાય છે. 
 
મૌની અમાવસ્યાના દિવસે ચોખાની ખીર બનાવીને તેને ભગવાન શિવ અને માતા લક્ષ્મીજીને ભોગ અર્પિત કરવો જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ આવુ કરવાથી તમારા ઘર માંથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. 
 
-  કોઈ પણ રીતની મનોકામનાની પૂર્તિ માટે સાંજે પીપળના કે વડના ઝાડનું  પૂજન કરો અને દેશી ઘીનો દિપક પ્રગટાવો.  
 
-  મૌની અમાવસ્યાના દિવસે વ્યક્તિને પોતાની સામર્થ્ય મુજબ દાન  અને જાપ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિના રોજ પોતાની સામર્થ્ય મુજબ દાન પુણય અને જાપ કર વા જોઈએ  જો કોઈ વ્યક્તિની સામર્થ્ય ત્રિવેણીના સંગ મ અથવા અન્ય કોઈ તીથ સ્થાન પર જવુ નથી એવી સ્થિતિત તેણે પોતાના જ ઘરમા6 સવારે ઉઠીને સૂર્યોદય પહેલા સ્નાન વગેરે કરવુ જોઈએ.