રવિવાર, 13 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 4 મે 2023 (10:52 IST)

Narsimha Jayanti 2023: નરસિંહ જયંતી કાલે જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Narsimha Jayanti 2023 in gujarati
Narasimha Jayanti 2023 Date: દરેક વર્ષે વૈશાખ મહીનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિને નરસિંહ જયંતીનો પવિત્ર તહેવાર ઉજવાય છે. આ વર્ષે આ પર્વ 14 મે 2022 શનિવારે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન વિષ્ણુએ દૈત્ય હિરણ્યકશ્યપએ તેમના ભક્ત પ્રહલાદને બચાવવા માટે વૈશાખ મહીનાના શુકલ પક્ષની ચતુર્દશી તિથિ પર નરસિંહ અવતાર લીધુ હતું. ભગવાનનો આ અવતાર અડધા નર અને અડધા સિંગનો છે જેના કારણે તેને નરસિંહ અવતાર કહેવાય છે. 
 
Narasimha Jayanti નરસિંહ જયંતી 2023  શુભ મુહૂર્ત 
વૈશાખ શુક્લ ચતુર્દશી તારીખ શરૂ થાય છે - 3 મે, 2023, રાત્રે 11.49 વાગ્યે 
વૈશાખ શુક્લ ચતુર્દશીની તારીખ સમાપ્ત થાય છે - 4 મે, 2023, રાત્રે 11.44 વાગ્યે
પૂજાનો સમય - સવારે 10.58 - બપોરે 1.38
 
વૈશાખ શુક્લ ચતુર્દશી તિથિ 3 મે, 2023, રાત્રે 11.49 વાગ્યે શરૂ થશે જે પૂર્ણ થશે જેનો સમાપન 4 મે, 2023, રાત્રે 11.44 વાગ્યે  સુધી રહેશે. પૂજનનો સમય શુભ મૂહુર્ત 4 મે  ને સવારે 10.58 - બપોરે 1.38  સુધી છે. 
 
નરસિંહ જયંતીનુ મહત્વ
નૃસિંહ જયંતીના દિવસે ભક્તગણ સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાનપરાંત સ્વચ્છ વસ્ત્ર ધારણ કરે છે. ત્યારબાદ ભક્તગણ વ્રતનો સંકલ્પ લે છે અને આખો દિવસ વ્રત રાખે છે.
માન્યતા છે કે નરસિંહ જયંતીના દિવસે વ્રત રાખવાથી ભક્તના બધા દુખ દૂર થઈ જાય છે.
સાથે જ નરસિંહ મંત્રનો જાપ પણ કરવામં આવે છે.
આ મંત્રનુ नैवेद्यं शर्करां चापि भक्ष्यभोज्यसमन्वितम्। ददामि ते रमाकांत सर्वपापक्षयं कुरु।।નો જાપ કરો.
 
પૂજન વિધિ - ભગવાન નરસિંહની પૂજા સાંજે કરવામાં આવે છે. ભગવાન નૃસિંહની મૂર્તિ પાસે દેવી લક્ષ્મીની મૂર્તિ પણ મુકો અને બંનેની પૂજા સંપૂર્ણ ભક્તિભાવથી કરો.
ભગવાનની પૂજા માટે ફળ, પુષ્પ, કુમકુમ, કેસર, પંચમેવા, નારિયળ, અક્ષત અને પીતામ્બર મુકવામાં આવે છે.
ગંગાજળ કાળ તલ પંચગવ્ય અને હવન સામગ્રીનુ પૂજનમાં ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન નૃસિંહને ચંદન, કપૂર, રોલી અને તુલસીદલ ભેટ કરી ધૂપદીપ પ્રગટાવો. ત્યારબાદ ઘંટી વગાડીને આરતી કરો ભોગ લગાવો. રાત્રે જાગરણ કરો અને ભગવાન નરસિંહની કથા સાંભળો. ભગવાન નૃસિંહની જયંતી પર ગરીબોને દાન કરવાનુ વિશેષ મહત્વ છે.
વ્રત કરનારા શ્રદ્ધાળુએ સામર્થ્ય મુજબ તલ, સુવર્ણ વસ્ત્ર વગેરેનું દાન કરવુ જોઈએ.
આ રીતે સાચા મનથી નૃસિંહ જયંતીનુ
વ્રત કરનરા શ્રદ્ધાળુની સમસ્ત મનોકામના પૂરી થઈ જાય છે.

Edited By Monica Sahu