મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Buddha Purnima 2023: ક્યારે છે બુદ્ધ પૂર્ણિમા, જાણો આ દિવસનુ મહત્વ અને ઉપાય

buddh purnima
Buddha Purnima 2023- આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા સોમવાર 5 મેના રોજ આવી રહી છે. વાસ્તુ અનુસાર, ભગવાન બુદ્ધના જન્મદિવસ અને નિર્વાણ દિવસ તરીકે વૈશાખની પૂર્ણિમાના દિવસે બુદ્ધ પૂર્ણિમા સમગ્ર વિશ્વમાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવે છે. ભગવાન બુદ્ધનો જન્મ લુમ્બિની ખાતે એક રજવાડા પરિવારમાં સિદ્ધાર્થ ગૌતમ તરીકે થયો હતો. એક દંતકથા અનુસાર, ગૌતમ બુદ્ધના જન્મ પછી, અસિતા નામના જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક મોટો થઈને એક મહાન ધાર્મિક શિક્ષક બનશે અને દરેકને સત્યનો માર્ગ બતાવશે.
 
29 વર્ષની આયુમાં મહાત્મા બુદ્ધે પોતાનુ રાજ્ય ત્યજીને વૈરાગ્ય અને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો. અનેક વર્ષે સુધી અનેક સ્થાન પર ફર્યા અને 25 વર્ષની આયુમાં બોધગયામાં એક પીપળાના વૃક્ષ નીચે બેસીને સાધના કરી. 
 
પીપળનુ વૃક્ષનુ મહત્વ 
પીપળનું વૃક્ષ ચોવીસ કલાક શુદ્ધ ઓક્સિજનનો સ્ત્રોત છે. આ સાથે તે વ્યક્તિમાં માનસિક સ્થિરતા લાવવાનું પણ કામ કરે છે. આપણા ગ્રહ શનિની અશુભ અસરોથી આપણું રક્ષણ કરે છે. લગભગ 40 દિવસના આધ્યાત્મિક અભ્યાસ પછી, તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું, એક સ્થાયી સ્થિતિ.
 
આ છે માન્યતા 
ઉત્તર ભારતમાં એવી માન્યતા છે કે મહાત્મા બુદ્ધ ભગવાન વિષ્ણુનો નવમો અવતાર છે, પરંતુ દક્ષિણ ભારતમાં બલરામને વિષ્ણુનો નવો અવતાર માનવામાં આવે છે. આ દિવસે ગૌતમ બુદ્ધના અનુયાયીઓ ગંગામાં સ્નાન કરીને સફેદ વસ્ત્રો પહેરીને દાનનો લાભ લે છે. સફેદ રંગ શુદ્ધતા અને સત્યતાનું પ્રતીક છે. સફેદ વસ્ત્રો પહેરનાર વ્યક્તિનું મન શાંત અને શુદ્ધ રહે છે.
 
આ કરો ઉપાય 
 
બુદ્ધ પૂર્ણિમાના દિવસે ખીરનું વિતરણ કરવું શુભ માનવામાં આવે છે. ચોખા અને ડ્રાયફ્રૂટ્સથી બનેલી ખીરનું વિતરણ કરવાથી મનને શાંતિ અને શક્તિ મળે છે. સંતુલન અને સમરની ભાવના આપણા જીવનમાં વિકસે છે.
 
મંદિરોમાં દીપ ધૂપ પ્રગટાવવામાં આવે છે. ધૂપ અને અગરબત્તી સળગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. નકારાત્મક ઉર્જાનો નાશ થઈને મૈત્રીભાવની ઉત્પત્તિ થાય છે. . શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી શુક્ર ગ્રહ શુદ્ધ થાય છે અને ઐશ્વર્ય પ્રદાન કરે છે.
 
ઘણા બુદ્ધ મંદિરોમાં મીણબત્તીઓ પ્રગટાવવાની પ્રથા છે. મીણબત્તી પ્રગટાવવાથી આપણો કેતુ ગ્રહ શુદ્ધ થાય છે. વ્યક્તિનુ મન ભટકવુ, ગભરાટ, ખોટા સલાહકારો, ગેરસમજ વગેરેથી મુક્તિ મળે છે. આજકાલ બજારમાં ઘણી સુગંધિત મીણબત્તીઓ ઉપલબ્ધ છે. દરેક સુગંધની પોતાની હીલિંગ શક્તિ અને હીલિંગ ગુણધર્મો હોય છે. વિશેષજ્ઞની દેખરેખ હેઠળ આ મીણબત્તીઓને પ્રગટાવવાથી યોગ્ય લાભ મળે છે. શુભ દિવસે શુભ કાર્ય કરવાથી શુભ ફળ મળે છે.
 
આ દિવસે ગરીબ અને અસમર્થ લોકોને જરૂરિયાતની વસ્તુઓ દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શ્વેત રંગના કપડાનુ વિતરણ કરવાથી માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે. 
 
આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનુ ખૂબ મહત્વ છે. પવિત્ર નદીઓમાં સૂર્યોદયના સમયે દાન કરવાથી વ્યક્તિની આંતરિક જૈવિક વિદ્યુતનો પ્રવાહ વહે છે. જેનાથી પ્રતિરોધક ક્ષમતા વધે છે. પ્રતિરોધક ક્ષમતાની સાથે સાથે કાર્ય ક્ષમતામાં પણ વૃદ્ધિ થાય છે. સૂર્યની કિરણોમાંથી મળેલી ઉર્જાથી શ્વેત રક્ત કણિકા સારા રૂપથી કાર્યરત થાય છે. 
 
બુદ્ધ પૂર્ણિમા એ આત્મશુદ્ધિનો શુભ તહેવાર છે. ભગવાન બુદ્ધના જીવન ચરિત્રનો અભ્યાસ કરીને પોતાના જીવનને સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. મંત્રોચ્ચાર કરીને મસ્તિષ્કનુ ચિંતન કરો.