શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 30 ડિસેમ્બર 2017 (13:17 IST)

નવ વર્ષ 2018 - આ 3 ફુલોથી આ રીતે કરો વિષ્ણુ-મહાલક્ષ્મીની પૂજા.. આખુ વર્ષ ધનથી ભરેલી રહેશે તિજોરી

નવવર્ષ 2018ની શરૂઆત દરેક કોઈ સારી રીતે કરવા માંગે છે. નવા વર્ષની શરૂઆતમાં દરેક ઈચ્છે છે કે નવા વર્ષમાં તેમનો પ્રવેશ સારો રહે. હિન્દુ ધર્મ મુજબ ભગવાનનુ નામ લીધા વગર તેમની પૂજા અર્ચના કર્યા વગર કોઈ નવા કાર્યની શરૂઆત થતી નથી. 
 
જો આવુ થાય છે તો તેનુ પરિણામ સારુ નથી હોતુ. સાથે જ મનપસંદ વસ્તુ મળતી નથી. આવામાં જે ધર્મ આધ્યાત્મને માને છે તેમની ઈચ્છા થાય છે કે ભગવાનને કોઈ પ્રકારે ખુશ કરો જેથી આખુ વર્ષ ઘર ઘન-ધાન્યથી ભરેલુ રહે. 
 
શાસ્ત્રો મુજબ અમે તમને બતાવી રહ્યા છીએ કે નવા વર્ષમાં મતલબ વર્ષ 2018નો પ્રથમ દિવસ કયા ફૂલોથી મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી આખુ વર્ષ ઘર પરિવાર ધન ધાન્યથી ભરેલુ રહેશે. આગળની સ્લાઈડ્સમાં જુઓ આવા 3 પુષ્પો વિશે જેને અર્પણ કરી તમારુ નસીબ બદલાય જશે. 
 
કમળનુ ફૂલ - દરેકની ઈચ્છા હોય છે કે તેમના જીવનમાં ધન સંપત્તિની ક્યારેક કમી ન આવે. જો તમે પણ આવુ જ વિચારો છો તો તમારે વર્ષના પ્રથમ દિવસે કરવામાં આવતી પૂજામાં કમળના ફુલનો અવશ્ય સમવેશ કરવો જોઈએ. આ ધનની દેવી લક્ષ્મીનુ પ્રિય ફુલ છે. આવુ કરવાથી તેમને ખુશી મળશે. 
 
કનેરનું ફુલ  - કમળના ફુલની સાથે સાથે  લક્ષ્મીજીને કનેરનું ફુલ પણ ખૂબ પ્રિય હોય છે. નવવર્ષની પૂજામાં લક્ષ્મીને કનેરનુ ફૂલ અર્પિત કરવુ પણ ખૂબ સારુ માનવામાં આવે છે. આ ઉપરાંત તમે લાલ ગુલાબ અને આસમાની રંગના કનેરનું ફુલ પણ દેવીને અર્પિત કરી શકે છે. 
 
હજારીનું ફુલ - ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ પ્રિય હોય છે અને લક્ષ્મી તેમની જ અર્ધાગિની છે. નવવર્ષની પૂજા માટે દેવી લક્ષ્મીને વિષ્ણુજીની સાથે જ વિરાજીત કરવા જોઈએ. તમે તેમની પૂજામાં હજારીના ફૂલનો પણ સમાવેશ કરી શકે છે.  હજારીના પુષ્પ દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્યની કમી રહેતી નથી.