1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (12:11 IST)

Pithori Amavasya 2021 : જાણો પિઠોરી અમાવસ્યાની તિથિ, સમય, મહત્વ અને પૂજા વિધિ

પિઠોરી અમાવસ્યા હિંદુ ચંદ્ર કેલેન્ડરની શ્રાવણ મહિનાની એક અમાવાસ્યા છે. આ દિવસે, ભક્તો ઉપવાસ કરીને અને પૂજા કરીને દેવી દુર્ગાની પૂજા કરે છે. આ અમાવસ્યાનું વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે અને વિવાહિત મહિલાઓ દ્વારા તેમના બાળકોના ખુશીઅને સ્વાસ્થ્ય માટે રાખવામાં આવે છે.
 
પિઠોરીમાં પિઠનો અર્થ થાય છે લોટ, જેનાથી તહેવારનુ અસ્તિત્વમાં આવ્યુ. તેને કુશોત્પતિની અમાવસ્યા પણ કહે છે. આંધ્રપ્રદેશ અને તેલંગાનામાં આ શ્રાવણ અમાવસ્યા પર છે અને પોળા અમાવસ્યાના રૂપમાં ઉજવાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, કુશોત્પત્તિનીનો અર્થ કુશાનો સંગ્રહ થાય છે. ધાર્મિક કાર્યોમાં પ્રયોગમાં કરવામાં આવતી કુશાનો આ અમાસમાં સંગ્રહ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ અવસર પર ઉખાડાયેલુ કુશનો પ્રયોગ એક મહિના સુધી કરવામાં આવે છે. 
 
આ વર્ષે 7 સપ્ટેમ્બર 2021ના રોજ ઉજવાશે જો કે અમાસ 6 સપ્ટેમ્બરથી શરૂ થશે પણ ઉદય તિથિને અનુષ્ઠાન માટે માનવામાં આવે છે, તેથી આ 7 સપ્ટેમબરે ઉજવાશે 
 
પિઠોરી અમાવસ્યા 2021 તારીખ અને સમય
 
અમાવસ્યા 6 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ સવારે 07:38 વાગ્યે શરૂ 
અમાવસ્યા 7 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ સવારે 06:21 વાગ્યે સમાપ્ત 
 
પિઠોરી અમાસનુ મહત્વ 
 
એવું માનવામાં આવે છે કે અમાવસ્યા વ્રતની કથા દેવી પાર્વતીએ ભગવાન ઇન્દ્રની પત્નીને સંભળાવી હતી. અમાવસ્યા ચંદ્ર મહિનાના શુકલ પક્ષબી શરૂઆતનુ પ્રતિક છે. પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવી અને તેમને પ્રસન્ન કરવું સૌથી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે  અમાસના દિવસે પૂર્વજો યાત્રા કરે છે અને આશીર્વાદ આપે છે.
 
આ દિવસે માતા દુર્ગા સહિત 64 દેવીઓની લોટમાંથી મૂર્તિઓ બનાવાય છે અને સ્ત્રીઓ આ મૂર્તિઓની વિધિપૂર્વક  પૂજા કરે છે અને આ દિવસે તેઓ વ્રત પણ કરે છે. તેથી જ તેને 'પિઠોરી અમાવસ્યા' કહેવામાં આવે છે. આ દિવસે દાન કરવું, તપ કરવું અને સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન અને ધ્યાન કર્યા બાદ પૂર્વજોની તૃપ્તિ માટે તર્પણ અને પિંડ દાણ કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે આ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેઓ પોતાનો આશીર્વાદ આપે છે.
 
પૂજાની વિધિ 
 
આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. જો તમે પવિત્ર નદી અથવા તળાવમાં સ્નાન કરો છો, તો તેનુ વધુ મહત્વ છે. જો કે કોરોનાના સમયમાં ઘરની બહાર જવું યોગ્ય નથી, તેથી તમે તમારા ઘરના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરી શકો છો. આ પછી માતાની પૂજા વિધિપૂર્વક કરો.