ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 2 જૂન 2018 (00:02 IST)

સૂર્યદેવને લગાવો મહુવાના તેલનો દીવો, સૂતેલુ નસીબ જાગી જશે

જો ઘણી કોશિશ કરવા છતા પણ તમે કોઈ કામમાં સફળ નથી થઈ રહ્યા તો તેનુ કારણ તમારુ દુર્ભાગ્ય પણ હોઈ શકે છે. જો તમારુ નસીબ ખરાબ છે તો સહેલાઈથી મળનારી સફળતા માટે પણ ઘણા પ્રયાસ કરવા પડે છે પણ પછી પણ સક્સેસ મળવી ચોક્કસ નથી હોતી. 
 
જ્યોતિષ મુજબ સૂર્યદેવ સાથે સંબંધિત કેટલાક ઉપાય કરવાથી કોઈનો પણ ખરાબ સમય દૂર થઈ શકે છે.  આવો જ એક ઉપાય છે. 
 
સૂર્યદેવની સામે 4 જુદા જુદા પ્રકારના તેલના દીવા પ્રગટાવવા અને 1 મંત્ર બોલવો. આ ઉપાયથીતમારુ દુર્ભાગ્ય દૂર થવા ઉપરાંત ધન લાભ અને સૌભાગ્ય પણ મળી શકે છે. આ ઉપાય આ પ્રકારના છે. 
 
1. સૂર્યદેવને મહુવાના તેલનો દીવો લગાવશો તો દુર્ભાગ્ય દૂર થાય છે અને સૌભાગ્ય વધે છે 
2. સૂર્યદેવને ઘીનો દીવો લગાવવાથી બીમારીઓનો નાશ થાય છે 
3. સૂર્યદેવને તલનો દીવો લગાવવામાં આવે તો બધા પ્રકારની સમસ્યાઓનુ સમાધાન થઈ શકે છે 
4. સૂર્યદેવને સરસવના તેલનો દીવો લગાવવાથી શત્રુ પરાજીત થાય છે. 
5. દીવો લગાવ્યા પછી નીચે લખેલ સૂર્ય મંત્ર બોલો 
नमो धात्रे विधात्रे च अर्यम्णे वरुणाय च।
पूष्णे भगाय मित्राय पर्जन्यायांशवे नम:।।
 
પૂજા વિધિ - દીવો લગાવતા પહેલા સવારે સ્નાન વગેરે કર્યા પછી સૂર્યદેવની પ્રતિમા કે ચિત્રની પૂજા કરો. સૂર્યદેવને લાલ ફૂલ અને ગોળનો ભોગ અર્પિત કરો. મંત્ર જાપ પછી સૂર્યદેવની આરતી કરી પૂજા કરો.