સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 10 ઑગસ્ટ 2019 (18:46 IST)

VIDEO -સૂર્યદેવ ને ફક્ત પાણી ક્યારેય ન ચઢાવશો, તેમા જરૂર નાખી દો આ બે વસ્તુઓ.. ખુલી જશે ધનના દ્વાર

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ મજબૂત છે તો તે વ્યક્તિ ખૂબ જ પ્રતિષ્ઠિત અને તેજસ્વી હોય છે. આવો વ્યક્તિને સમાજમાં ખૂબ માન સન્માન મળે છે. કુંડળીમાં સૂર્ય ગ્રહનુ મજબૂત હોવુ ખૂબ જરૂરી છે. પણ કુંડળીમાં સૂર્યગ્રહ મજબૂત કેવી રીતે કરી શકાય છે.  આ સવાલ દરેકના મનમાં ઉઠે છે. કુંડળીમાં સૂર્યગ્રહ મજબૂત કરવા માટે રોજ સૂર્યને જળ અર્પિત કરો. 
 
પણ સૂર્યને જળ ચઢાવતી વખતે કેટલીક જરૂરી વાતોનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. સૂર્યને નિયમિત જળ આપવાથી શરીર પર પ્રભાવ પડે છે અને એ વ્યક્તિને ઉર્જાવાન બનાવે છે. જે લોકોને નોકરીમાં પરેશાની ચાલી રહી છે તેઓ નિયમિત રૂપે સૂર્યને જળ આપે. આવુ કરવાથી તેમને વિકાસના અવસરો બનશે અને કામમાં આવી રહેલી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
પણ સૂર્યને જળ આપવાના અનેક નિયમ છે. જેનુ પાલન કરવુ પણ ખૂબ જરૂરી છે. રોજ સૂર્યને જળ ચઢાવવુ ખૂબ ચમત્કારિક કામ છે. ભગવાન સૂર્યને અર્ધ્યદાનનું વિશેષ મહત્વ છે. સૂર્યને જળ ચઢાવતી વખતે કયા નિયમોનુ પાલન કરવુ જોઈએ અને કેવી રીતે સૂર્યને જળ ચઢાવે છે તે જાણવા માટે જુઓ વીડિયો 
 
- સૂર્યને વહેલી સવારે જળ અર્પિત કરો તો તાંબાના લોટા દ્વારા જ જળ અર્પિત કરો 
- જળમાં લાલ ચંદન કે નાળાછડી મિક્સ કરો અને લાલ પુષ્પ સાથે સૂર્યને જળ અર્પિત કરો 
- સૂર્યને જળ ચઢાવતી વખતે એ ધ્યાન રાખો કે તમારે કયારેય સૂર્યને સીધા મતલબ ડાયરેક્ટ જોવાનુ નથી.. જળ ચઢાવતી વખતે પાણીની ધારા વચ્ચેથી સૂર્યદેવને જુઓ આ રીતે સૂર્યની કિરણોથી તમારા આંખોની રોશની પણ વધશે. 
- આ ઉપરાંત સૂર્યની કૃપા મેળવવા માટે રવિવારના દિવસે સૂર્યની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ. આ ઉપરાંત રવિવારે પીળા વસ્ત્ર કે પીળા વસ્તુની ખાદ્ય સમાગ્રીનુ દાન કરવુ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. 
 
તો મિત્રો આશા કરીએ છીએ કે તમને અમારી આ માહિતી સારી લાગી હશે... જો તમને અમારી જાણકારી સારી લાગી હોય તો તમે અમારા વીડિયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો.