સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 16 ફેબ્રુઆરી 2019 (17:06 IST)

રવિ પ્રદોષ વ્રત - એક દિવસમાં મેળવો સો ગાયનુ દાનનુ પુણ્ય

17 ફેબ્રુઆરી રવિવાર 2019ના રોજ રવિ પ્રદોષ વ્રત છે.  હિન્દુ પંચાગ મુજબ આ વ્રત તેરવામ દિવસે એટલે કે ત્રયોદશીના રોજ મનાવવાનુ વિધાન ક હ્હે. આ વ્રત ભગવાન શિવને સમર્પિત ચ હે. અવ્યક્ત હોવા ક હ્હતા પણ શિવજી વ્યક્ત છે અને સૌના કારણ હોવા છતા અકારણ છે.  ફક્ત દેવતા જ નહી પણ ઋષિ મુનિ, જ્ઞાની-ધ્યાની, યોગી સિદ્ધ મહાત્મા, વિદ્યાઘર, અસુર, નાગ, કિન્નર ચારણ મનુષ્ય વગેરે બધા ભગવાન શંકરના લીલા-ચરિત્રોનુ ધ્યાન સ્મરણ, ચિંતન કરીને આનંદિત રહે છે. આ વ્રત એક મહિનામાં બે વાર આવે છે. એક શુક્લ પક્ષ અને બીજો કૃષ્ણ પક્ષ. તેને કરવાથી લાઈફમાં ચાલી રહેલ બધા ટેંશન ભાગી જાય છે. સુહાગનનો સુહાગ સદા અટલ રહે છે. વિદ્વાન તો એવુ પણ કહે છે કે ત્રયોદશીના વ્રતનું સો ગૌદાનના બરાબર ફળ મળે છે.  શિવધામનો પ્રાપ્ત કરવા કે આ વ્રત સરલ માધ્યમ છે.  જીવન સુખમય બનાવવા માટે કરો વિશેષ ઉપયોગી ઉપાય.. 
 
શિવજીને રૂદ્રાભિષેક કરીને ઓછામાં ઓછી એક માળા ૐ નમ શિવાય મંત્રનો જાપ કરો. 
- શિવ પુરાણમાં કહેવામાં આવ્યુ છે કે કોઈપણ સાંસારિક કે આધ્યાત્મિક વ્યક્તિ બધા આ મહામંત્રનુ સ્મરણ કરીને ભોલે બાબાને પ્રસન્ન કરી લે છે. 
 
- શિવાલયમાં બેસીને હનુમાન રક્ષા કે રામ કવચનુ એક ત્રણ કે પાંચ માળાનો જાપ કરવો જોઈએ. કવચનો પાઠ હોઠ હલાવીને એટલા સ્વરમાં કરવામાં આવે જેનાથી બીજા પણ સાંભળી શકે. પણ મંત્રનો જાપ જીભ હલાવ્યા વગર માનસિક સ્રૂપે કરો. 
 
- ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ સહિત આખા શિવ પરિવારવને ખીરનો ભોગ અર્પણ કરો. પછી આ ખીર વહેચીને છેવટે ખુદ ખાવ. 
- ભગવાન શિવને આંકડાના પત્તાના ફુલ, બિલીપત્ર, શમીના પાન, કાચુ દૂધ, ધતુરા અને સફેદ ફુલ ચઢાવો.