સંકષ્ટ ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, તમને શ્રીમંત બનતા કોઈ રોકી નહી શકે

ganesh chaturthi
Last Updated: ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (14:26 IST)
કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે.
આ દિવસે ભગવાન ગણેશની આરાધના કરવાથી ભક્તની બધી મનોકામના પૂરી થાય છે. આ પર્વ દર મહિને આવે છે.
જો તમે આ દિવસે જ્યોતિષ શાસ્ત્રમાં બતાવેલા કેટલાક કરી લો તો તમારુ બદલાઈ શકે છે.
આ ઉપાયો કરવાથી તમારુ ધનવાન બનવાનુ સપનું પુરી થઈ શકે છે.
1. ભગવાન ગણેશને સંકટહર્તા કહેવામાં આવે છે. તેમની કૃપાથી વ્યક્તિના જીવનમાં આવનારી બધી મુસીબતો ખતમ થાય છે.

જો સંકટ ચોથના દિવસે ગજાનનના માથા પર ચંદનનુ સિંદૂર નુ તિલક લતાવવામાં આવે અને એ તિલક પર ચોખા ચોંટાડવામાં આવે તો વ્યક્તિનુ ભાગ્ય તેજ થાય છે

2. જે ભક્ત ધનવાન બનવા માંગે છે તેમને સંકષ્ટી ચતુર્થીના દિવસે પાંચ દુર્વામાં અગિયાર ગાંઠ લગાવવી. તેને લાલ દોરાથી બાંધીને ગણપતિજીની પાસે મુકી દો. હવે ગણેશજીનુ ધ્યાન કરો આવુ કરવાથી તમારી આવકમાં વધારો થશે.

3. જો તમારી કોઈ વિશેષ મનોકામના છે તો તમે સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને થોડા કાચા કોખા ચઢાવો. સાથે જ એક લાલ રંગનુ ફુલ ચઢાવો. હવે પૂજન કર્યા પછી તેને તમારા પર્સમાં મુકી દો. આવુ કરવાથી જલ્દી ઈચ્છા પૂરી થશે.

4. ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમને 11 બુંદીના લાડુ કે મોદક ચઢાવો. હવે પૂજન પછી તેને બીજામાં વહેંચો. અને પોતે પણ તે પ્રસાદ ગ્રહણ કરો. આવુ કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે.

5. જેમના કાર્ય હંમેશા અટકી જાય છે તેમણે અથર્વશીર્ષ શ્રી ગણપતિસ્ત્રોત કે વેદોક્ત મંત્રોનો પાઠ કરવો જોઈએ આવુ કરવાથી તમારા સંકટ દૂર થશે.

6. આજના દિવસે ઘરમાં ગણેશજીનુ અષ્ટધાતુની મૂર્તિથી સ્થાપના લાભદાયક સાબિત થશે. તેનાથી ધનની વૃદ્ધિના રસ્તા ખુલી જશે.

7. સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણેશ ભગવાનની પૂજા કરતી વખતે લીલા વસ્ત્ર પહેરો.
ગણેશજીની પૂજા કરતી વખતે તેમને બાજેટ પર પીળુ વસ્ત્ર પાથરીને થોડા ચોખા મુકીને તેના પર સ્થાપિત કરો. પછી કંકુ અને ચોખા છાંટો અને છેવટે ગંગાજળ નાખીને સ્થાનને શુધ્ધ કરો

8. સંકષ્ટી ચતુર્થીના દિવસે ૐ ગં ગણપતૈય નમ મંત્રનો 108 વાર જાપ કરો. આવુ કરવાથી બધી પરેશાનીઓ દૂર થશે.

9. આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવાથી અને ગાયને લીલુ ઘાસ ખવડાવવથી ગ્રહ દોષ દૂર થાય છે.

10 સંકષ્ટી ચતુર્થીના દિવસે આખા મગનુ દાન કરો.
આવુ કરવાથી બુધ ગ્રહ મજબૂત થશે અને વિદ્યામાં વૃદ્ધિ થશે.

તો મિત્રો આ હતા સંકષ્ટ ચતુર્થીના દિવસે કરવામાં આવતા કેટલક ઉપાયો વિશે માહિતી..
જો આપને અમારો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને આવી જ અન્ય માહિતી મેળવવા માટે લોગઈન કરો અમારી વેબસાઈટ વેબદુનિયા ગુજરાતી પર અને આવતીકાલે ફરી મળીશુ નવી રસપ્રદ માહિતી સાથે નમસ્કાર..


આ પણ વાંચો :