મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 22 સપ્ટેમ્બર 2018 (10:57 IST)

શનિવારે રાશિ મુજબ કરશો આ ઉપાય તો મળશે સુરક્ષાનું વરદાન

શનિદેવ ન્યાય પ્રિય દેવતા છે. તે વ્યક્તિના જીવનમાં તેના કર્મોના આધાર પર તેમને ફળ આપે છે. વ્યક્તિ જો પોતાના જીવનમાં સુકર્મ કરે છે તો શનિદેવ તેને દરેક કષ્ટથી બચાવીને સુરક્ષા આપે છે અને વ્યક્તિના જીવનની દરેક મુશ્કેલી સરળ કરી દે છે.  શનિવારે રાશિ મુજબ કરવામાં આવેલ ઉપાયોથી મળશે સુરક્ષાનું વરદાન 
 
જેમનો જન્મદિવસ છે - આ વર્ષ તેમના માટે પારિવારિક ખુશીઓ લઈને આવી રહ્યુ છે. ઉપાય સ્વરૂપ 4 શનિવાર વહેતા પાણીમાં કોલસો પ્રવાહિત કરો. 
 
જેમના લગ્નની વર્ષગાંઠ છે - આગામી વર્ષે દાંપત્ય જીવનમાં કિલકારી રહી શકે છે. ઉપાય સ્વરૂપ 6 શનિવાર હનુમાન મંદિરમાં નારિયળ ચઢાવો. 
 
રાશિ મુજબ કરો ઉપાય 
 
મેષ - ૐ નીલભદ્રાય નમ: મંત્રનો જાપ કરો
વૃષભ - શિવલિંગ પર વડના પાન ચઢાવો
મિથુન - માતા કાળીન ચિત્ર પર લવિંગ ચઢાવો 
કર્ક - પીપળના ઝાડ નીચે ઘી નો દિવો પ્રગટાવો 
સિંહ - કોઈ ગરીબ મહિલાને બદામ ભેટ કરો 
કન્યા - સિક્કા પર સિંદૂર લગાવીને કોઈ ગરીબને દાન કરો. 
તુલા - પૂજા ઘરમાં તમાલપત્ર ચઢાવો. 
વૃશ્ચિક - કોઈ ગરીબ બાળકને સિક્કાનુ દાન કરો. 
ધનુ - તિજોરીમાં મોટી ઈલાયચી મુકો. 
મકર - માથા પર નારિયળ તેલ લગાવો 
કુંભ - પક્ષીયો માટે અડદ મુકો 
મીન - પર્સમાં કાળી પેન મુકો.