બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

VIDEO - શનિને પ્રસન્ન કરવાના ઉપાય જુઓ વીડિયોમાં

શનિદેવના પ્રકોપથી દરેક માણસ બચવા માંગે છે. સાડા સાતીથી બચવા તેમજ ઘરમાં સુખ શાંતિ કાયમ રાખવા શનિદેવના મંત્રનું ઉચ્ચારણ રોજ કરતા રહો તો શ્રી શનિની કૃપા કાયમ તમારા પર રહે છે.  શનિની પ્રસન્નતા માટે ઘણા ઉપાય આપવામાં આવ્યા છે પરંતુ અમુક એવા સચોટ ઉપાય છે જેમાંથી તમે પણ જો કોઇ એક કરો તો શનિની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપાય અત્યંત સરળ છે અને કોઇ પણ વ્યક્તિ તેને સરળતાથી અપનાવી શકે છે.

શનિને પ્રસન્ન કરવાના ઉપાય

- શનિદેવની પ્રતિમા પર તેલ ચઢાવો. તેલ ચઢાવતા પહેલા તેલમાં પોતાનું મો ચોક્કસ જુઓ.

- શનિ સ્તોત્રનો પાઠ કરો અને મંત્ર ऊं शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરો.

- શનિને પ્રસન્ન કરવાનો સચોટ ઉપાય છે હનુમાનજીની આરાધના. પવનપુત્રના મંદિરમાં દરરોજ કે મંગળવાર- શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો.

- શનિવારના દિવસે હનુમાનજી સમક્ષ તેલનો દીવો લગાડો અને મંત્ર सीताराम નો જાપ કરો.

- શનિવારે શિવલિંગ પર દૂધ અને જળ અર્પણ કરો. બિલિપત્ર ચઢાવો.

- પીપળાના ઝાડમાં જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો.

- શનિવારના દિવસે શનિની કાળી વસ્તુઓનું દાન કરો.

- આ સાત ઉપાયોમાંથી કોઇ એક ઉપાય પણ જો તમે શનિવારે કરો છો તો નિશ્ચિત તમને શનિની કૃપા મળે છે. ધ્યાન રાખો કે શનિ ખરાબ કર્મો કરનારા માટે બહુ ક્રુર છે આથી સારા કર્મોમાં ધ્યાન લગાડો અને સદકર્મ કરો