શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (08:22 IST)

શુક્રવારે શંખ પૂજા કરવાથી મળે છે લાભ

શંખ ભારતીય ધાર્મિક માન્યતાઓમાં ખૂબ મહત્વ ધરાવે છે. સમુદ્રમાં સીપના માધ્યમથી મળનારો શંખ અનેક આકારના હોય છે. જેનો તેના આકાર ધ્વનિ વગેરે માધ્યમથી જુદુ જુદુ મહત્વ હોય છે. શંખ ધ્વનિનો ઉલ્લેખ અને મહત્વ મહાભારત કાળમાં પણ મળે છે.  એવુ કહેવાય છે કે રોજ શંખ વગાડવાથી સ્વાસ્થ્ય લાભ થવા ઉપરાંત દેવીય શક્તિનુ આવરણ આપણી ચારેબાજુ થઈ જાય છે. આ ઈશ્વરનુ આહ્વાન કરવા માટે પણ વગાડવામાં આવે છે. 
 
આમ તો રોજ શંખનુ પૂજન કરવામાં આવે છે પણ શુક્રવારે આનુ પૂજન કરવુ વિશેષ ફળદાયી હોય છે. શુક્રવારે દક્ષિણાવર્તી શંખનુ પૂજન ખૂબ જ શુભકારક હોય છે.  આને લક્ષ્મીસ્વરૂપ માનીને તેનુ પૂજન કરવામાં આવે છે.

આ શંખનુ પૂજન કરવા માટે સૌ પહેલા તેને શુદ્ધ જળથી ધોઈને તેને સાફ કરો પછી તેના પર કંકુ અને ચોખા અર્પિત કરો. પછી સુગંધિત પુષ્પ અર્પિત કરી હાથ જોડો.

સદા શંખમાં પાણી ભરીને મુકો અને આ જળનુ સેવન પણ કરો.  

ઘરમાં અને ધનવાળા સ્થાન પર તેનુ પાણી છાંટવાથી વિશેષ લાભ થાય છે.

માન્યતા છે કે આ શંખ શંખચૂડ નામથી ઉત્પન્ન થયો હતો.  ભગવાન શિવે એક રાક્ષસનો વધ કર્યા પછી તેને સમુદ્રમાં નાખ્યો હતો. જે પછી શંખચૂડના રૂપમાં ઉત્પન્ન થયો. ત્યારબાદ અનેક નાના નાના શંખ સમુદ્રમાંથી મળ્યા.  આ જ રીતે ભગવાન વિષ્ણુનો શંખ પણ થયો જેને પાંચજન્ય કહેવામાં આવ્યો. અન્ય શંખોનુ નામ વામાવર્ત, દક્ષિણાવર્ત વગેરે પડ્યુ. 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati