1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Som pradosh vrat 2022- સોમ પ્રદોષ વ્રત આજે સૌભાગ્ય પ્રાપ્તિ માટે આ વિધિથી કરવી પૂજા

shiv
સોમ પ્રદોષ વ્રત આજે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનો વિધાન છે. પ્રદોષ વ્રતની પૂજા પ્રદોષ કાળ એટલે કે સાંજના સમયે કરાય છે. આ વ્રત ફળાહાર કે નિર્જળા 
રહીને કરાય છે. જાણો સોમ પ્રદોષ વ્રત શુભ મૂહૂર્ત અને વ્રત પૂજા વિધિ 
 
પ્રદોષ વ્રત માટે શુભ મુહુર્ત 
શિવ પૂજાના શુભ મુહૂર્તની શરૂઆતઃ સાંજે 07.22 થી
શિવ પૂજા પૂર્ણ સમય: 09:24 PM
પ્રદોષ વ્રત પૂજા વિધિ 
પ્રદોષ વ્રત કરવા માટે ત્રયોદશીના દિવસે જલ્દી સવારે ઉઠીને સૌથી પહેલાસ સ્નાન કરવું. ભગવાન શિવને જળ ચઢાવીને ભગવાન શિવ મંત્ર જપવું. ત્યારબાદ આખા દિવસ નિરાહાર રહેતી પ્રદોષકાળમાં ભગવાન 
 
શિવને શમી, બિલ્વ પત્ર, કનેર, ધતૂરો, ચોખા, ફૂલ, ધૂપ-દીપ, ફળ, પાન-સોપારી વગેરે ચઢાવો. 
 
ભગવાન શિવના મંત્ર
ૐ તત્પુરૂષાય વિદ્યમ્ને મહાદેવાય ધીમહી તન્નો રૂદ્ર પ્રચોદયાત 
ૐ નમ: શિવાય ૐ આશુતોષાય નમ: 
 
પ્રદોષ વ્રતનો મહત્વ 
વ્રત ભગવાન શિવની સાથે ચંદ્રદેવથી પણ સંકળાયેલો છે. માન્યતા છે કે પ્રદોષનો વ્રત સૌથી પહેલા ચંદ્રદેવએ જ કર્યો હતો. માનવુ છે કે શાપના કારણે ચંદ્ર દેવને ક્ષય રોગ થઈ ગયો હતો. ત્યારે તેણે દર મહીનામાં 
 
આવનારી ત્રયોદશી તિથિ પર ભગવાન શિવને સમર્પિત પ્રદોષ વ્રત રાખવુ શરૂ કર્યા હતા. જેના શુભ પ્રભાવથી ચંદ્રદેવને ક્ષયરોગથી મુક્તિ મળી હતી. 
 
પૌરાણિક માન્યતા 
પૌરાણિક માન્યતા અનુસાર પ્રદોષ વ્રત કરનાર પર હમેશા ભગવાન શિવની કૃપા બની રહે છે. અને તેમના જીવનથી દુખ દરિદ્રતા દૂર હોય છે. સાથે જ વ્રત રાખનારને કર્જથી મુક્તિ મળે છે. પ્રદોષ વ્રતમાં શિવ 
 
સાથે શક્તિ એટલે  કે માતા પાર્વતીની પૂજા કરાય છે. જે સાધકના જીવનમાં આવનારી બધી મુશ્કેલીઓ દૂર કરતા તેનો કલ્યાણ કરે છે.