1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 5 મે 2022 (00:28 IST)

Upay : સંતાન સુખ અપાવે છે આ બે ગ્રહો, તેમને આ રીતે કરો પ્રસન્ન

Upay in Gujarati , Sun Remedies in Gujarati : જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનુ પોતાનુ એક વિશેષ મહત્વ બતાવે છે. જે લોકો સંતાન સુખની કામના કરે છે તેમને માટે સૂર્ય અને બૃહસ્પતિ ગ્રહને પ્રસન્ન કરવો જરૂરી છે. આ બે ગ્રહ શુભ હોવા પર સંતાનનુ સુખ પ્રદાન કરે છે. એટલુ જ નહી સંતાન યોગ્ય, શિક્ષિત અને સંસ્કારવાર બને છે. પિતાના પ્રોગ્રેસમાં મહત્વનુ યોગદાન રહે છે.  જ્યોતિષ શાસ્ત્રમાંસૂર્ય નને જ્યા ગ્રહોનો રાજા કહેવાય છે તો બૃહસ્પતિને દેવતાઓનો ગુરૂ બતાવ્યો છે. કુંડળીમાં જ્યારે આ બે ગ્રહ શુભ અને બળવાન હોય છે તો સંતાન ઓછી વયમાં સફળતા પ્રાપ્ત કરે છે. માતા પિતાને આવી સંતાન પર ગર્વ હોય છે. 
 
કુંડળીમાં પાંચમું ઘર છે બાળકોનું 
 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો પત્નીની કુંડળીમાં સંતાન કારક ગુરુમાંથી પાંચમા ઘરનો સ્વામી છઠ્ઠા, આઠમા અને બારમા ભાવમાં હોય અથવા પાંચમા, સાતમા અને નવમા ઘરનો સ્વામી છઠ્ઠા, આઠમા કે બારમા ઘરમાં હોય તો. સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવે છે, આ માટે સૂર્ય અને ગાયની પૂજા કરવી જોઈએ, તેમના આશીર્વાદથી જલ્દી સંતાન થવાની સંભાવના છે.
 
સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે રવિવારે કરો આ ઉપાય 
કોઈપણ શુક્લ પક્ષની સપ્તમીના દિવસે (જો તે દિવસે રવિવાર આવે તો સારું રહેશે) સૂર્યનારાયણને જળથી અર્ઘ્ય આપો, ફુલ વગેરેથી પૂજા કરો અને ફળનો નૈવેદ્ય જરૂર અર્પણ કરો (પૂજા કર્યા પછી ફળ કાપ્યા વગર ખાઈ લો) અ ને સંતાન પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરો. જો શક્ય હોય તો, એક સમય મીઠા વગરનો ખોરાક લો. આખા વર્ષ દરમિયાન રવિવારે ઉપવાસ કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવી જોઈએ.  એવું માનવામાં આવે છે કે સૂર્ય ભગવાનની કૃપાથી પ્રભાવશાળી સંતાન પ્રાપ્ત થશે. પાપોના પ્રાયશ્ચિત માટે ઈશ્વર પાસે ક્ષમા માંગો.  ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો ઓછામાં ઓછો 2500 વાર જાપ કરો અને અંતે હવન કર્યા પછી બ્રાહ્મણોને ભોજન કરાવો. જો વારંવાર ગર્ભપાત થતો હોય તો મંદિરમાં અને જ્યાં ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય ત્યાં ઘીનું દાન કરવું જોઈએ. નાના બાળકોને ભોજન કરાવવુ જોઈએ. કોઈપણ પશુ પક્ષીનો માળો ક્યારેય તોડવો જોઈએ નહી. 
 
ગૌરી પૂજનથી સંતાન પ્રાપ્તિના અવરોધથી મળે છે મુક્તિ 
સંતાન થવામાં અવરોધથી મુક્તિ માટે ગૌરી પૂજન કરવુ જોઈએ. આ પૂજન માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષ પ્રતિપ્રદાથી શરૂ કરીને 16 દિવસ સતત કરો. એક જ દિવસ જમો મતલબ રોજ વ્રત કરો.  'બંધ્યત્વ હર ગૌરયે નમઃ' મંત્રનો જાપ રોજ  16,000 વખત અથવા બને તેટલી વખત કરો. અંતિમ દિવસે ગૌરી સમક્ષ તલના તેલથી ભરેલો દીવો પ્રગટાવો અને આખી રાત જાગરણ અને ગૌરી ભજન-કીર્તન કરો. સ્તોત્ર-કીર્તન પછી 16 બ્રાહ્મણો અને બ્રાહ્મણ પત્નીને  ભોજન કરાવો, બધાને વસ્ત્ર વગેરેનું દાન કરો અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મેળવો. મા ગૌરી તમારી મનોકામના પૂર્ણ કરશે.