ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Narad Jayanti 2023: આજે નારદ જયંતી, જાણો કેવી રીતે થયો નારદ મુનિનો જન્મ

naradmuni
Narad Jayanti 2023: નારદ જયંતિ દેવઋષિ નારદ મુનિની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. નારદ જયંતી દર વર્ષે જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ આવે છે

હિન્દુ પંચાગ મુજબ નારદ જયંતુઇ મુનિને દેવતઓના સંદેશવાહક  કહેવાય છે.  એ ત્રણેય લોકોમાં સંવાદના માધ્યમ બનતા હતા.  ઋષિ નારદ મુનિ ભગવાન વિષ્ણુ  (Lord Vishnu) ના અનન્ય ભક્ત અને પરમ પિતા બ્રહ્માજીના (Lord Brahma)માનસ સંતાન કહેવાય છે. નારદ મુનિના એક હાથમાં વીણા છે અને બીજા હાથમાં વાદ્ય યંત્ર છે. ઋષિ નારદ મુનિ પ્રકાંડ વિદ્વાન્ન હતા. તેઓ દરેક સમયે નારાયણ-નારાયણનો જાપ કરતા હતા. નારાયણ વિષ્ણુ ભગવાનનુ જ એક નામ છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે નારદજીની  પૂજા-આરાધના કરવાથી ભક્તોને બળ, બુદ્ધિ અને સાત્વિક શક્તિ પ્રાપ્ત થાય છે. 
 
નારદ જયંતિની પૂજા વિધિ Narad Jayanti Puja vidhi 
 
સૂર્યોદય પહેલાં સ્નાન કરો. વ્રતનો સંકલ્પ લો. સ્વચ્છ કપડા પહેરીને પૂજા અર્ચના કરો. નારદમુનિને ચંદનથી, તુલસીના પાન, કુમકુમ, અગરબત્તી અને પુષ્પ અર્પિત કરો.   સાંજે પૂજા કર્યા પછી ભક્ત ભગવાન વિષ્ણુની આરતી કરે. દાન પુણ્યનુ કાર્ય કરો. બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને કપડાં અને પૈસાનુ દાન કરો.
 
આ રીતે થયો હતો નારદમુનિનો જન્મ 
 
પૌરાણિક કથા અનુસાર, નારદ મુનિ બ્રહ્માજીના માનસ પુત્ર છે. બ્રહ્માજીનો માનસ પુત્ર બનવા માટે, તેમણે પાછલા જીવનમાં ખૂબ જ તપસ્યા કરી હતી. એવું કહેવામાં આવે છે કે પાછલા જીવનમાં નારદ મુનિનો જન્મ ગંધર્વ કુળમાં થયો હતો અને તેમને તેમના રૂપ પર ખૂબ જ ઘમંડ હતુ,.  પૂર્વ જન્મમાં તેનું નામ ઉપબર્હણ હતું. એકવાર કેટલીક અપ્સરાપ અને ગંધર્વ,  ગીત અને નૃત્ય સાથે ભગવાન બ્રહ્માની પૂજા કરી રહ્યા હતા. પછી ઉપબર્હણ ત્યા સ્ત્રીઓ સાથે શ્રૃંગારભાવથી ત્યા આવ્યા, આ જોઈને બ્રહ્માજી ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને ઉપબર્હણને શ્રાપ આપ્યો કે તે શુદ્ર યોનિમાં જન્મ લેશે.  
 
બ્રહ્માજીના શ્રાપથી ઉપબર્હણનો એક દાસીના પુત્ર તરીકે જન્મ થયો હતો. બાળકે પોતાનુ પુર્ણ જીવન ઈશ્વરની ભક્તિમાં લગાવવાનો સંકલ્પ લીધો અને ઈશ્વરને જાણવા અને તેના દર્શન કરવાની ઈચ્છા જન્મી  બાળકના સતત તપ પછી એક દિવસ આકાશવાણી થઈ, હે બાળક આ જન્મમાં તમને ભગવાનના દર્શન નહી થાય પણ આવતા જન્મમાં તમે તેમના પાર્ષદના રૂપમાં તેમને એકવાર ફરી પ્રાપ્ત કરશો. 
Edited BY-Monica Sahu