કમાણીમાં બરકત જોઈએ તો અજમાવો આ સરળ ઉપાય

Last Updated: સોમવાર, 19 જૂન 2017 (16:55 IST)

 
દરરોજ રસોઈ કર્યા પછી 
 
વડીલોનું  કહેવું છે કે તમે કેટલી પણ કમાણી કરી લો પણ જો દેવી દેવતા પ્રસન્ન નહી રહે તો તમારી કમાણીમાં બરકત નહી રહે. આથી કહેવાય છે કે રસોઈ થયાં પછી સૌથી પહેલા થોડા ભાગ અગ્નિમાં નાખી દો. અગ્નિમાં નાખવાથી તે હવિષ્યત બની જાય છે અને દેવતાઓ સુધી અંશ પહોંચી જાય છે. 
 
આ જ કારણ છે કે શાસ્ત્રોમાં કહ્યું છે કે રસોઈ હમેશા પોતે શુદ્ધ થઈને જ બનાવવી જોઈએ. રસોઈ બનાવવી એ યજ્ઞ કરવા સમાન છે આથી નાહી-ધોઈને જ ભોજન બનાવવુ જોઈએ. 
 
તમે ભોજનનો થોડો ભાગ કોઈને પીરસતા પહેલા ભગવાન માટે કાઢી લો પછી ઘરના સભ્યોને પીરસો.  આવુ  કરવાથી  પિતરોને પણ સંતુષ્ટિ મળે છે અને ઘરમાં અન્ન ,ધન ,લક્ષ્મીનો વાસ રહે છે.એટલે કમાણીમાં બરકત રહે છે. 


આ પણ વાંચો :