કારતક મહિનાની દેવ ઉઠની એકાદશીને તુલસી વિવાહના રૂપમાં ઉજવાય છે. આ દિવસે શાલિગ્રામ અને તુલસીજીના લગ્ન કરાવીને પુણ્યાત્મા લોકો કન્યા દાનનુ ફળ પ્રાપ્ત કરે છે. તુલસીના છોડને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસીની નિયમિત પૂજા કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.