મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑક્ટોબર 2019 (17:10 IST)

ધનતેરસ અને દિવાળીની સાંજે કરો આ ઉપાય તો થઈ જશો માલામાલ

ધનતેરસે બધાની ઇચ્છા હોય છે કે એમના ઘરે ધનની વર્ષા થાય પણ ઘણીવાર લક્ષ્મી  હાથ સુધી આવીને પાછી જતી રહે છે. પરંતુ જો તમે આ ધનતેરસે કેટલાંક ઉપાયો કરશો તો તમારો હાથ ખાલી નહીં રહે

 
. ધનતેરસથી દિવાળીની શરૂઆત થઈ જાય છે. જો દેવી લક્ષ્મી અને ધનવંતરીની ભગવાનની પૂજા કરવામાં આવે તો ધનની કમી ક્યારેય નહીં રહે. પણ મિત્રો એક વાત યાદ રાખજો કે  ધનપ્રાપ્તિ શ્રમ વિના પણ શક્ય નથી  શ્રમની સાથે કેટલાક ઉપાય કરવામાં આવે તો ધનની વર્ષા થયા કરશે. આવો જાણીએ કે ધનતેરસે શું કરવું… 
 
-  ધનતેરસે સાંજે સૂર્યાસ્ત થાય એટલે એક દીપ પ્રગટાવો અને તેમાં 13 કોડીઓ મુકો, આ દીવાથી મા લક્ષ્મી અને કુબેરની પૂજા કરો. અડધી રાતે કોડીઓને ઘરના કોઈ ખૂણે દાટી દો. આમ કરવાથી ઘરમાં પૈસાનો વરસાદ થશે. 
 
– ધનતેરસે કુબેરયંત્ર ખરીદો અને એને પોતાના ઘરે, દુકાને, ગલ્લામાં કે તિજોરીમાં સ્થાપિત કરો. એ પછી 108વાર ૐ  યક્ષાય કુબેરાય વૈશ્રવવાય,  ધન-ધાન્યધિપતયે ધન-ધાન્ય સમૃદ્ધિ મમ દેહિ દાપય સ્વાહા નો જાપ કરો. આ મંત્ર ધનના સંકટને દૂર કરશે.
 
– ઘરમાં ચાંદીના 13 સિક્કા મુકો અને કેસર-હળદરથી એની પૂજા કરો, આવુ કરવાથી ઘરમાં  બરકત આવે છે.
 
– ધનતેરસે 13 દીવા ઘરમાં અને 13 દીવા ઘરની બહાર ઉંબરે મુકો. 
 
– દિવાળીએ લક્ષ્મીપૂજનમાં હળદરની ગાંઠ પણ મુકો. પૂજા પછી ગાંઠને એ જગ્યાએ મુકો જ્યાં ધન મુકતાં હોવ.
 
– શક્ય હોય તો દિવાળીના દિવસે કોઈ કિન્નર પાસેથી એની ખુશીથી એક રૂપિયો લો અને એને પોતાના પર્સમાં રાખી મુકો, એનાથી લાભ થશે. 
 
– ધનતેરસ કે દિવાળીએ મહાલક્ષ્મી યંત્રની પૂજા કરીને વિધિવત રીતે એની સ્થાપના કરો. આ યંત્ર ધનમાં વૃદ્ધિ કરે છે.
 
 -ધનતેરસ અને દિવાળીએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કર્યાં પછી લક્ષ્મી મંદિરે જઇને લક્ષ્મીજીને કમળ અર્પણ કરો અને સફેદ રંગની મિઠાઈનો પ્રસાદ ધરાવો, આ અચૂક ઉપાય છે. 
 
– ધનતેરસ કે દિવાળીની સાંજે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો કરો. રૂની દિવેટને બદલે લાલ દોરાની દીવેટ કરો. સાથે જ દીવામાં થોડી કેસર પણ નાંખો. 
 
– આ દિવસે વિધિપૂર્વક પૂજન કર્યાં પછી ચાંદીની લક્ષ્મી-ગણેશની મૂર્તીને ઘરમાં પૂજાસ્થાને સ્થાપિત કરો.  એની રોજે પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે. 
 
– શ્રીકનકધારા ધનપ્રાપ્તિ અને ગરીબી દૂર કરવાનો શ્રેષ્ઠ યંત્ર છે. આ યંત્ર અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપનાર છે. ધનતેરસ અને દિવાળીએ એની પૂજા કરો. એ રાતે સ્નાન કરીને પીળી ધોતી પહેરો અને એક આસન પર ઉત્તર તરફ મોં કરીને બેસો.  પોતાની સામે વિષ્ણુ મત્રથી સિદ્ધ કરેલા સિદ્ધિ યંત્રની સ્થાપના કરો. સ્ફટિકની માળાથી નીચેના મંત્રની 21 માળા કરો અને એ દરમિયાન ઉભા ના થશો.
 
ૐ હ્રીં શ્રીં ક્રીં શ્રી ક્લીં શ્રીં મહાલક્ષ્મી મમ ગૃહે ધનં પુરય પુરય ચિંતાયૈ દૂરય દૂરય સ્વાહા..