રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (13:14 IST)

હિન્દુ ધર્મ - મંદિરમાં ભૂલથી પણ ન મૂકશો આ 4 મૂર્તિઓ... નહી તો સુખથી રહેશો વંચિત

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનો દરેક ખૂણો વાસ્તુ રહિત હોવો જોઈએ. જો આવુ નથી હોતુ તો ઘરમાં હંમેશા કોઈને કોઈ મુસીબત આવતી રહે છે. ઘરના દરેક સ્થાનની સાથે મંદિરનુ પણ વાસ્તુ ખૂબ મહત્વનુ છે. 
 
ઘરમાં મંદિરની દિશા તેનુ સ્થાન મૂર્તિયો મુકવાની યોગ્ય રીત.. કંઈ વસ્તુ મંદિરમાં મુકવી જોઈએ અને કંઈ નહી એ બધુ મહત્વનુ છે. મંદિરને યોગ્ય દિશામાં બનાવવાથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે છે અને હંમેશા બરકત રહે છે. 
 
આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે એવી કંઈ મૂર્તિયો છે જેને મંદિરમાં ન મુકવી જોઈએ. માન્યતા છે કે આ મૂર્તિયો મુકવાથી ઘરમાંથી સુખ છિનવાય જાય છે. 
 
1 . ભૈરવ દેવ - આમની મૂર્તિ મંદિરમાં ક્યારેય સ્થાપિત ન કરવી જોઈએ. ભૈરવ તંત્ર વિદ્યાના દેવતા છે અને તેમની પૂજા હંમેશા ઘરની બહાર થવી જોઈએ. 
 
2. નટરાજ - નટરાજ ભગવાન શિવનુ રૌદ્ર રૂપ છે. મતલબ તેઓ ક્રોધિત અવસ્થામાં રહે છે..  તેમની મૂર્તિ ઘર્માં અશાંતિ ફેલાવે છે. 
 
3. શનિદેવ - શનિદેવની પૂજા હંમેશા ઘરમાંથી બહાર કરવી જોઈએ. 
 
4. રાહુ-કેતુ - રાહુ કેતુ અને શનિ ત્રણેય પાપી ગ્રહ હોય છે. તેમની પૂજા કરવાથી જીવનમાંથી કષ્ટ ઓછા થાય છે. પણ તેમની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવાથી તેમની સાથે જોડાયેલ નેગેટિવી ઉર્જા પણ ઘરમાં આવે છે.