જો તમારા ઘરની આસપાસ હશે આ છોડ તો તમારા જીવનમાં અવરોધ નહી આવે

aak phool
Last Updated: શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (10:06 IST)
વૃક્ષ-છોડનો સૌથી મોટો ફાયદો છે કે તેનાથી આપણને ઓક્સિજન ગેસ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પ્રાકૃતિક દ્રષ્ટિકોણથી પણ વૃક્ષ-છોડનુ સૌથી વધુ મહત્વ છે.
આ ઉપરાંત વાતાવરણને સંતુલિત કરી શકાતુ નથી. દરેક પરિસ્થિતિમાં લીલોતરી આપણે માટે લાભકારી જ છે.

શાસ્ત્રો મુજબ અનેક ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ પણ બતાવ્યા છે. કેટલાક ઝાડ એવા છે જેનાથી આપણને અનેક ચમત્કારિક લાભ પ્રાપ્ત થઈ શકે છે.
આપણા ઘર કે ઘરની આસપાસ હોવાથી પણ તેનો લાભ પ્રાપ્ત થાય છે.
આ ઝાડ-છોડમાં આંકડાના છોડનો પણ સમાવેશ છે. જો આ તમારા ઘરની સામે હોય તો તે તમને ખૂબ લાભ પહોંચાડે છે. શાસ્ત્રો મુજબ આંકડાના ફૂલ શિવલિંગ પર ચઢાવવાથી બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

આંકડાના મુખ્ય દ્વાર પર કે ઘરની સામે હોય તો તે ખૂબ શુભ માનવામાં આવે છે. આના ફૂલ સામાન્ય રીતે સફેદ રંગના
હોય છે. વિદ્વાનો મુજબ કેટલાક જૂના આંકડાની જડમાં શ્રીગણેશ જી ની પ્રતિકૃતિ નિર્મિત થઈ જાય છે જે સાધકએન ચમત્કારી લાભ પ્રદાન કરે છે. જ્યોતિષ મુજબ જે ઘરની સામે કે મુખ્ય દ્વારની નિકટ હોય છે એ ઘર પર ક્યારેય કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ પડતો નથી.

આ ઉપરાંત ત્યા રહેનારા લોકોને તાંત્રિક અવરોધો પણ સતાવતી નથી. ઘરની આસપાસ સકારાત્મક અને પવિત્ર વાતાવરણ બનેલુ રહે છે. જે આપણને સુખ સમૃદ્ધિ અને ધન પ્રદાન કરે છે.
આવા લોકો પર મહાલક્ષ્મીની કૃપા કાયમ રહે છે અને જ્યા જ્યાથી લોકો કાર્ય કરે છે ત્યાથી તેમને લાભ પ્રાપ્ત થાય છે.


આ પણ વાંચો :