મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 ઑગસ્ટ 2017 (12:41 IST)

વડોદરામાં પથ્થરમારો, ૧૦થી વધુ વાહનોને આગચંપી , ૫ ટીયરગેસના સેલ છોડયાં

વડોદરામાં ગુરૂવારે મોડી રાત્રે પ્રતાપ મડઘાની પોળના ગણપતિની સવારી પર પથ્થરમારો થતાં અને સોડા બોટલો ફેંકાતા કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા. જેમા તોફાની તત્વોએ 50 વાહનોની તોડફોડ કરી 12થી વધુ વાહનો સળગાવ્યા હતા. તોફાનોમાં બે SRP જવાન સહિત 10 લોકોને ઇજા થઇ હતી. અને 12 દુકાનોમાં તોડફોડ કરી એક દુકાનમાં આગ ચાંપી દેવાઇ હતી. સ્થિતીને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના 30થી વધુ સેલ છોડ્યા હતા.  બે કોમના ટોળા સામસામે આવી જતાં ભારે પત્થરમારો થયો હતો. તોફાની ટોળાએ આઠથી દસ વાહનોને આગ ચાંપવા સાથે ડઝનબદ્વ વાહનોની તોડફોડ કરી હતી.

  આ તોફાનોમાં બે પોલીસ જવાનો સહિત પાંચથી ૬ લોકો ઘવાયા હોવાનું જાણવા મળે છે. આજે મોડી રાત્રે પ્રતાપમડઘાની પોળના ગણપતિની સ્થાપના સવારી ડીજે સાથે નીકળી હતી. જેમા મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. સરદાર એસ્ટેટ થઈને મહાવીર હોલ પાસેથી પસાર થઈને પાણીગેટ દરવાજા તરફથી આ સવારી આગળ વધી હતી. આ દરમિયાન પાણીગેટ દરવાજાથી થોડે આગળ આવતા વાતાવરણ તંગ બન્યુ હતુ. કોઈ કંઈ સમજે તે પહેલાં જ તોફાની તત્વોએ કાંકરીચાળો કરતાં દોડધામ મચી ગઈ હતી

. તોફાનીઓએ ભારે પથ્થરમારો કરતાં રોડ પર પાર્ક કરેલા વાહનોની તોડફોડ પણ કરી હતી. જમનાબાઈ હોસ્પિટલ પાસે પાર્ક થયેલા વાહનોને આગચંપી કરવામાં આવી હતી. આ ઉપરાંત તોફાનીઓએ લારીગલ્લાની તોડફોડ કરી એક દુકાનને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આમછતાં પથ્થરમારો ચાલુ રહેતા વધુ પોલીસકુમક બોલાવવામાં આવી હતી. પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે ૧૫થી ૨૦ ટીયરગેસના સેલ છોડયા હતા. મોડીરાત્રે પરિસ્થિતિ અંકુશ હેઠળ આવી હતી. પાણીગેટ અને માંડવી રોડ પથ્થરો અને ચંપલોથી છવાયો હતો.