બ્રહ્મવૈયર્ત પુરાણમાં પૂજા પાઠ સાથે સંબંધિત 8 એવી વસ્તુઓ બતાવી છે જેને સીધી જમીન પર ન મુકવી જોઈએ. બ્રહ્મવૈયર્તપુરાણ વૈષ્ણવ પુરાણ છે. આ પુરાણમાં ચાર ખંડ છે. પ્રથમ ખંડ બ્રહ્મ ખંડ છે બીજો પ્રકૃતિ ખંડ છે ત્રીજો ગણપતિ ખંડ છે અને ચોથો શ્રીકૃષ્ણ જન્મ ખંડ છે. આ પુરાણમાં પૂજા પાઠ અને સુખી જીવન માટે કેટલક ખાસ સૂત્ર બતાવ્યા છે. જેના મુજબ કોઈપણ પૂજા કર્મમાં કંઈ કંઈ વસ્તુઓ સીધી જમીન પર ન મુકવી જોઈએ...
1. દીવો - દીવા નીચે થોડા ચોખા મુકવા જોઈએ કે પછી લાકડીના બાજટ પર દીવો મુકવો જોઈએ.
2. સુપારી - પૂજામાં સુપારીને સિક્કાની ઉપર મુકવી જોઈએ
3. શાલિગ્રામ - શાલિગ્રામને સ્વચ્છ રેશમી કપડા પર મુકવો જોઈએ
4. મણિ - જો તમે પૂજામાં કોઈ મણિ કે રત્ન મુકવા માંગો છો તો તેને કોઈ સ્વચ્છ કપડા પર મુકો
5. દેવી-દેવતાઓની મૂર્તિ - લાકડી કે સોના-ચાંદીના સિંહાસન કે બાજટ પર થોડા ચોખા મુકીને તેના પર દેવી દેવતાઓની મૂર્તિયો
સ્થાપિત કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે
6. જનોઈ(યજ્ઞોપવિત) જનોઈને સ્વચ્છ કપડા પર મુકવી જોઈએ કારણ કે આ દેવતાઓને મુખ્ય રીતે અર્પિત કરવામાં આવે છે.
7. દેવી-દેવતાઓના વસ્ત્ર અને આભૂષણ - જમીન પર વસ્ત્ર મુકવાથી તે ગંદા થઈ જાય છે ભગવાનને હંમેશા પવિત્ર વસ્ત્ર જ
અર્પિત કરવા જોઈએ.
8. શંખ - શંખને લાકડી કે બાજટ પર કે સ્વચ્છ કપડા પર મુકવો જોઈએ.
webdunia gujarati ના Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe
કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો