ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 12 ઑગસ્ટ 2017 (10:02 IST)

શનિવાર માટે જ્યોતિષના નાના-નાના 5 ઉપાય

શનિવારે શનિ અને હનુમાનજીના પૂજન ખાસ રૂપથી કરાય છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવા માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કરેલ ઉપાયથી શનિના  દોષ શાંત થઈ શકે છે. માન્યતા છે કે હનુમાનના ભક્તોને શનિના અશુભ ફળોથી મુક્તિ મળે છે. આ કારણે લોકો શનિવારે હનુમાનજીની પૂજા કરે છે.



અહીં જાણો શનિવારે કરેલ નાના-નાના 5 ઉપાય 
 
1. દરેક શનિવારે સવારે-સવારે સ્નાન કરીને નિવૃત થઈ તેલના દાન કરો. એના માટે એક વાટકીમાં તેલ લો અને એમાં પોતાના ચેહરા જોઈ લો , પછી તેલના દાન કોઈ જરૂરતવાળા માણસને કરો. 
 
2. શનિદેવને તેલ અર્પિત કરો અને પૂજન કરો. શનિદેવને નીલા પુષ્પ ચઢાવો. 
 
3. પીપળને જળ ચઢાવો. પૂજા કરો અને સાત પરિક્રમા કરો. 
 
4. સૂર્યાસ્તના સમયે કોઈ એવા પીપળના પાસે દીપક પ્રગટાવો જે સુનસાન સ્થાન પર હોય કે કોઈ મંદિર પર સ્થિત પીપળ પાસે પણ દીપક પ્રગટાવી શકો છો. 
 
5. હનુમાનજીને સિંદૂર અને ચમેલીના તેલ ચઢાવો. હનુમાન ચાલીસાના પાઠ કરો.