શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ઇસ્લામ
  4. »
  5. ઇસ્લામ ધર્મ વિશે
Written By પરૂન શર્મા|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (09:50 IST)

ઈસ્લામ ધર્મ

અનુયાયીઓના આધારે ઈસ્લામ ધર્મ દુનીયાનો બીજો સૌથી મોટો ધર્મ છે. ઈસ્લામ શબ્દ અરબી ભાષાનો શબ્દ છે. જેનો મૂળ શબ્દ છે સલ્લમા, એટલે કે શાંતિ અને આત્મસમર્પણ.

ઈસ્લામના મતે ઈશ્વર એક જ છે અને સમગ્ર વિશ્વમાં તે જ ઈબાદત એટલે કે બંદગીને લાયક છે. તેની બીજી માન્યતા અનુસાર સૃષ્ટીની દરેક સજીવ-નીર્જીવ વસ્તુ, દ્રશ્ય અને અદ્રશ્ય બધું જ તેની ઈચ્છાને સમર્પિત છે.

કુરાન ઈસ્લામ ધર્મનું પવિત્ર પુસ્તક મનાય છે. કુરાન એટલે અરબી ભાષામાં પઢાઈ. મુસ્લિમોના મતે કુરાન જીબાઈલ નામના એક ફરીશ્તા દ્વારા એક સંદેશાવાહક (પયગંબર કે રસૂલ)ના હ્રદય પર (એક પુસ્તક સ્વરૂપે) ઉતર્યુ હતું. જેનું નામ હતું મોહંમદ.

મુસ્લિમો માટે મોહંમદ ઈશ્વરના અંતિમ દૂત હતા અને કુરાન મનુષ્ય જાતિ માટેનો અંતિમ સંદેશો હતો.