શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રથયાત્રા
Written By
Last Modified: સોમવાર, 27 જૂન 2022 (13:00 IST)

145મી રથયાત્રા - રથયાત્રા દરમિયાન આ માર્ગ પર જવાનુ ટાળજો

rathyatra
જગન્નાથજીના 145મી રથયાત્રા દરમિયાન ટ્રાફિક વિભાગે વિશેષ આયોજન કર્યું છે. જેમાં રથયાત્રાના રૂટને ના પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ સાથે રથયાત્રાના રૂટનો રસ્તો રાતથી બંધ કરવામાં આવશે અને જ્યાં સુધી  રથયાત્રા નીજમંદિરે ન પહોંચે ત્યાં રસ્તો બંધ રહેશે. 
 
 આ ઉપરાંત, કાલુપુર રેલવે સ્ટેશન પર આવવા માટે વિવિધ પોઇન્ટ પરથી ઇ રીક્ષા તેમજ એએમટીએસની બસ પણ ઉપલબ્ધ કરાવવા આયોજન કરાયું છે. જગન્નાથજી મંદિરથી જમાલપુર, વૈશ્ય સભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડીયા ચકલા,  મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા,ખાડીયા ચાર રસ્તા,પાંચ કુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રીજ,સરસપુર દરવાજા, જોર્ડન રોડ, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી,  આર સી હાઇસ્કૂલ, ધી કાંટા, માણેક ચોક શાક માર્કેટ , દાણાપીઠ અને  ખમાસાનો રૂટ  તારીખ ૩૦ના રાતના ૧૨ વાગ્યાથી ૧લી જુલાઇએ રથયાત્રા નીજ મંદિરે પરત ન ફરે ત્યાં સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.  જો કે કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા અને જતા પેસેન્જરોને મુશ્કેલી ન પડે તે માટે ઇ રીક્ષા અને બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી લીથો બીઆરટીએસ કેબીનથી કાલુપુર જવા માટે ચાર ઇ રીક્ષા, પ્રેમ દરવાજાથી કાલુપુર જવા માટે ચાર ઇ  રીક્ષા  અને  કાલુપુર રેલવે સ્ટેશન પર અન્ય ચાર રીક્ષા પણ મુકવામાં આવશે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાંથી આવતા મુસાફરોને સ્વામીનારાયણ કોલેજ બીઆરટીએસથી કાલુપુરની બીઆરટીએસ મળી શકશે.