રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: શુક્રવાર, 23 જૂન 2017 (15:10 IST)

ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધી - રથયાત્રાનો સમગ્ર રૂટ નો પાર્કિંગ ઝોન

અમદાવાદમાં રથયાત્રાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી મોસાળ ગયેલા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે આજે જગન્નાથ મંદિરમાં પરત ફર્યા છે.  તથા તેમની નેત્રોત્સવ વિધી હેઠળ  પૂજા અને મંત્રોચ્ચાર સાથે આંખે પાટા બંધવામાં આવ્યા હતા, રથયાત્રાની તૈયારીના ભાગ રૂપે શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘ અને અન્ય અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર ગ્રાન્ડ રિહર્સલ કરાયું હતું.  નીજ મંદિરે આવેલા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ગર્ભગૃહમાં પ્રવેશ કરી રત્નવેદી પર બિરાજમાન થયા હતા

. મામાના ઘરે 15 દિવસના રોકાણ દરમિયાન ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામે જાંબુ વધુ ખાધા હોવાથી તેમની આંખો આવી જાય છે તેથી તેઓ બીમાર પડ્યા હોવાથી નેત્રોત્સવ વિધિ કરાઈ હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મેયર ગૌતમ શાહ સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર રહ્યા હતા.