રવિવાર, 13 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By

Akshaya Tritiya ક્યારે છે અક્ષય તૃતીયા? જાણી લો સોનુ ખરીદવાના સૌથી શુભ મુહુર્ત

Akshaya Tritiya 2023 Shubh Muhurat:  હિંદુ પંચાગના મુજબ અક્ષય તૃતીયા વૈશાખ મહીના શુક્લ પક્ષની તૃતીયાને ઉજવાશે. અક્ષય શબ્દનુ અર્થ છે ક્યારે  ઓછુ ન થનારુ. અક્ષય તૃતીયાના દિવસે કરેલ શુભ કાર્ય,જપ-તપ, દાન પુણ્ય અક્ષય ફળ આપે છે. આ દિવસે સોના ખરીદવાના ખૂબ શુભ હોય છે. આ દિવસે સોનુ ખરીદવાથી અપાર સુખ સમૃદ્ધિ મળે છે કારણે કે આ વખતે અક્ષય તૃતીયા પર ઘણા શુભ સંયોગ બની રહ્યા છે. જેનાથી આ દિવસે સોનુ ખરીદવાના મહત્વ વધુ વધી જશે. આવો જાણીએ અક્ષય તૃતીયાના દિવસે બનતા શુભ યોગ અને સોનુ ખરીદવાના શુભ મુહુર્ત 
 
અક્ષય તૃતીયા તિથિ 
હિદુ પંચાગ મુજબ અક્ષય તૃતીયા એટલે કે વૈશાખ શુક્લની તૃતીયા તિથિ 22 એપ્રિલની સવારે 7 વાગીને 49 મિનિટથી શરૂ થશે અને 23 એપ્રિલ સવારે 7 વાગીને 47 મિનિટ પર પૂરી થશે. તેથી 22 એપ્રિલને અક્ષય તૃતીયા ઉજવાશે. આ દિવસે સૌભાગ્યના દાતા દેવગુરૂ બૃહસ્પતિ પણ ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. 12 વર્ષ પછી ગુરૂ મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. પણ અક્ષય તૃતીયાના દિવસે ગુરૂનુ ગોચર કરવા ખૂબ શુભ ફળ આપશે.