રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. અનોખુ વિશ્વ
  3. અનોખુ તથ્ય
Written By
Last Modified: બુધવાર, 7 જૂન 2017 (13:01 IST)

આ હોટલમાં Honeymoon મનાવશો તો મળશે 70 લાખ રૂપિયા !!

લગ્ન એક એવી હસીન ક્ષણ છે જેનુ સપનુ દરેક કોઈ જુએ છે. આ દરમિયાન છોકરો-છોકરી પોતાની નવી જીંદગીની શરૂઆત કરવા જઈ રહ્યા હોય છે. તો દેખીતુ છે કે તેઓ પોતાની નવી લાઈફની શરૂઆત કોઈ ખૂબસૂરત સ્થાન પર કરવા માંગશે. પોતાના લગ્નજીવનના હસીન ક્ષણને યાદગાર બનાવવા હનીમૂનના માટે કોઈ સારી અને સુંદર પ્લેસ પર જવુ એ સારુ ઓપ્શન છે.  કોઈ સારા સ્થાન પર ફરવા માટે પૈસાની પણ જરૂર પડે છે. તેથી મોટાભાગના કપલ્સ હનીમૂન માટે વિદેશી સ્થાન પર જવાનો ખ્યાલ બનાવે તો છે પણ પૈસાની વાત આવતા પ્લાન માંડી વાળે છે. પણ તમે બિલકુલ નિરાશ ન થશો કારણ કે આજે અમે તમને એક એવી હોટલ વિશે બતાવીશુ જ્યા તમને હનીમૂન મનાવવા માટે મળશે 70 લાખ રૂપિયા....  
 
હોટલની એક શરત... 
 
ઈઝરાયલમાં યેહૂદા નામની  એક જાણીતી હોટલની એક શરત છે.  આ શરતને પૂર્ણ કરવા માટે 70 લાખનુ ઈનામ મળે છે. ઉલ્લેખનીય છે કે શરત મુજબ જો યેહદા હોટલમાં આવેલ કપલ્સ તેમના નક્કી તારીખના દિવસે પ્રેગનેંટ થઈ જાય છે તો એ કપલ્સ આ ઈનામના ભાગીદાર હોય છે. 
 
ઉલ્લેખનીય છે કે આ હોટલની આ ઓફર દર ચાર વર્ષે આપવામાં આવે છે. હોટલ લીપ ઈયરના દિવસે આ ઓફરને રાખે છે અને અહી કપલ્સ ફેબ્રુઆરીના દિવસોમાં આવી જાય છે અને ત્યા રહેવા માંડે છે. 
 
તપાસ કરવાનો છે પૂર્ણ પ્રબંધ 
 
જો કોઈ મહિલા નક્કી કરેલી તારીખ સુધી ખુદના પ્રૈગ્નેંટ થવાનો દાવો કરે છે તો હોટલમાં રહેલા ડોક્ટરોની ટીમ આ વાતની સારી રીતે ચકાસણી અને ખાતરી કરે છે.  જો તપાસ સાચી નીકળે છે તો ત્યા રહેવાનો સંપૂર્ણ ખર્ચ હોટલ ઉઠાવે છે.