મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By એમરી એઝલેરી|
Last Modified: ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (18:06 IST)

Christmas Day : મુસ્લિમો ઈસુને માને છે છતાં નાતાલ કેમ નથી ઊજવતા?

"તુર્કીમાં તમે નાતાલ કેવી રીતે ઊજવો છો?" હું 21 વર્ષ પહેલાં બ્રિટન આવ્યો હતો પરંતુ દર વર્ષે મારી સામે આ પ્રશ્ન આવી જતો હતો.
 
જવાબમાં હું દર વખતે માત્ર એટલું કહી શકતો કે તુર્કી એક મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે એટલે 25 ડિસેમ્બરની તારીખ અમારા માટે ખાસ નથી હોતી.
 
માત્ર તુર્કી જ નહીં પરંતુ દુનિયામાં મોટાભાગના લોકો માટે 25 ડિસેમ્બર સામાન્ય દિવસ જેવો જ હોય છે.
 
પશ્ચિમના લોકોને એવું કેમ લાગતું હશે કે નાતાલ આખી દુનિયામાં ઊજવવામાં આવે છે.
 
નાતાલ ખ્રિસ્તી ધર્મના પયગંબર ઈસા મસીહના જન્મનો ઉત્સવ છે અને તે હિંદુઓ, યહૂદી કે મુસ્લિમોના કૅલેન્ડર પ્રમાણે પવિત્ર દિવસ નથી.
 
બીજા શબ્દોમાં મુસ્લિમ સમાજમાં પણ કેટલાક એવા પરિવારો છે જે પોતાના મતભેદોનું તહેવારો પર સમાધાન લાવે છે પરંતુ તે પણ ઈદ પર જ કરવામાં આવે છે.
 
ઈદ અને નાતાલમાં ફેર છે અને ફેર સમજવો મહત્ત્વનો છે અને ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ વચ્ચેની કડીને પણ સમજવી જરૂરી છે.
 
તમને આશ્ચર્ય થશે કે ઇસ્લામમાં ઈસુના જન્મદિવસની ઉજવણી નથી થતી પરંતુ જિસસનું સન્માન કરાય છે. મુસ્લિમોની નજરમાં ઈસુ એ ખ્રિસ્તી લોકોના પયગંબર છે અને આ માન્યતા તેમના ધર્મની મહત્ત્વપૂર્ણ ધારણા છે. કુરાનમાં ઈસુને એક મહત્ત્વપૂર્ણ શખ્સિયત માનવામાં આવે છે જે પયગંબર મોહમ્મદ પહેલાં આવ્યા હતા.
 
વાસ્તવિકતા તો એ છે કે જિસસને અરબી ભાષામાં ઈસા કહેવાય છે, તેમનો ઉલ્લેખ પવિત્ર પુસ્તક કુરાનમાં ઘણી વખત કરવામાં આવ્યો છે, કહી શકાય કે પયગંબર મોહમ્મદ કરતાં પણ વધારે તેમનો ઉલ્લેખ છે.
એ વાત પણ રસપ્રદ છે કે ઇસ્લામના પવિત્ર પુસ્તકમાં માત્ર એક જ મહિલાનો ઉલ્લેખ છે. તે છે વર્જિન મેરી જેમને અરબી ભાષામાં મરિયમ કહેવામાં આવે છે.
 
કુરાનમાં મરિયમના નામ પર એક આખો અધ્યાય સમર્પિત કરવામાં આવ્યો છે જેમાં ઈસા મસીહના જન્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ ઇસ્લામમાં ઈસુના જન્મની જે કહાણી કહેવામાં આવી છે, તેમાં નો તો જોસેફ છે અને ના તો કોઈ ફરિશ્તા કે નાદનો ઉલ્લેખ છે.
 
મરિયમ એકલાં જ રણમાં ઈસાને જન્મ આપે છે અને ખજૂરના એક સૂકા ઝાડની છાયામાં આશરો લીધો હતો. ત્યારે એક ચમત્કાર થયો અને તેમને ખાવા માટે ઝાડ પરથી એક ખજૂર પડ્યું અને તેમના પગલાં પાસે પાણીનું એક ઝરણું ફૂટી નીકળ્યું હતું.
 
એક અવિવાહિત મહિલા પાસે એક બાળક હોવું, તેમના ચરિત્ર પર કેટલાક પ્રશ્નો ઊભા કરી શકે તેમ હતું. પરંતુ નવજાત ઈસુએ ઈશ્વરના દૂતની જેમ બોલવાનું શરૂં કર્યું. આ ચમત્કારથી માતા નિર્દોષ સાબિત થઈ જાય છે. આ કહાણી પૂર્વાગ્રહો ઉપર વિજયની કહાણી છે.
 
આત્માઓના પયગંબર
 
જ્યારે મુસ્લિમ ઈસુનો ઉલ્લેખ કરે છે તો અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ કહેશે 'તેમને શાંતિ મળે.' મુસ્લિમો માને છે કે કયામતના દિવસે તેઓ પાછા ફરશે. મુસ્લિમ સાહિત્યમાં ઈસુના વખાણ પહેલાંથી કુરાનમાં કરવામાં આવ્યા છે. સૂફી દાર્શ અલ-ગઝલી તેમને "આત્માઓના પયગંબર કહીને બોલાવે છે".
 
મુસ્લિમ દુનિયામાં છોકરાઓનાં નામ ઈસા અને છોકરીઓનાં નામ મરિયમ પાડવાની પ્રથા છે જે ઈસુ અને મેરી સાથે જોડાયેલાં છે. શું તમે કલ્પના કરી શકો કે ખ્રિસ્તી ધર્મને માનનારા પરિવારો પોતાના છોકરાઓનું નામ મોહમ્મદ પાડે? 
 
ઇસ્લામ ધર્મ ઇસુથી પરિચિત છે કારણકે સાતમી સદીમાં ઇસ્લામના ઉદ્ભવના સમયમાં ખ્રિસ્તી ધર્મ મધ્યપૂર્વમાં ઘણો પ્રચલિત હતો. જોકે, બાઇબલમાં મોહમ્મદનો ઉલ્લેખ નથી અને આનું કારણ સ્પષ્ટ છે.
 
આવનારી સદીમાં ઇસ્લામ ઈસુની આરાધના કરી શકે પરંતુ ચર્ચે આવી ઉદારતા ક્યારેય નથી દાખવી. ઇટાલીના શહેર બોલોગ્નામાં 15મી સદીના ચર્ચ સેન પેટ્રોનિયોમાં એક તસવીરમાં મુસ્લિમ પગંબરને નરકમાં શેતાન દ્વારા આપવામાં આવતી પીડા ભોગવતા જોઈ શકાય છે.
 
યુરોપમાં અનેક કળાકૃતિઓ મુસ્લિમ પયગંબરના અપમાનની કહાણીને જગ્યા આપે છે. અર્થતંત્રમાં મંદી : 'આગામી સમયમાં અનેક કારણસર ફુગાવો વધવાનાં પૂરાં એંધાણ છે'
 
નરકનો નવો ઘેરો
 
ઇટાલીના કલાકાર ગિઓવાની દા મોદેના કવિ દાંતેની વિખ્યાત રચના ડિવાઇન કૉમેડીથી પ્રેરિત હતા, જેમાં દાંતેએ મોહમ્મદને નરકના નવમાં ઘેરા ગણાવ્યા હતા. આ પુસ્તકમાં 19મી શતાબ્દીમાં કેટલાક કલાકારોને પ્રરિત કરવામાં આવ્યા હતા અને તેમણે એવી રચનાઓ ઘડી જેમાં મોહમ્મદને નરકની યાતના ભોગવતા દર્શાવાયા હતા.
 
આ કળાકૃતિઓમાં અંગ્રેજી કવિતા અને પેઇન્ટિંગના સ્તંભ માનવામાં આવતા વિલિયમ બ્લેકની કૃતિઓ પણ સામેલ છે. બેલ્જિયન ચર્ચમાં એક 17મી સદીની મૂર્તિમાં ઇસ્લામના પયગંબર સ્વર્ગદૂતના પગ નીચે દબાયેલા દેખાય છે.
 
જોકે, ચર્ચ હવે આ પ્રકારની વિચારસરણીનું સમર્થન નથી કરતું. એક લાંબો સમય વીતી ગયો છે પરંતુ અમારા સમયમાં એક અલગ પ્રકારનો તણાવ, પૂર્વાગ્રહ અને ચરમપંથી હિંસા છે.
 
ગુજરાતમાં સરકારી કર્મચારી સરકારની કોઈ નીતિની ટીકા ન કરી શકે?
 
આંતરધાર્મિક સંવાદ
 
વર્ષ 2002માં ઇસ્લામી ચરમપંથીઓ પર શંકા હતી કે તેમણે બોલોગ્ના ચર્ચની મૂર્તીઓને તોડી છે.
 
ત્યાર બાદ ઇસ્લામના નામે યુરોપથી લઈને કેટલાક મુસ્લિમ દેશોમાં સામૂહિક હત્યાઓ થઈ જેના કારણે સમાજમાં ભંગાણ જોવા મળ્યું.
 
મુસ્લિમ સમાજથી લઈને ખ્રિસ્તી સમાજ માટે મુસ્લિમ ઇસુની શોધ અને તેમના મહત્ત્વને સમજવું અત્યારે બહુ જરૂરી છે.
 
જો આપણે સમજી શકીએ કે તે કઈ વસ્તુ છે જે દુનિયાના બધા ધર્મોને જોડે છે તો કદાચ સમાજમાં આવતી તિરાડોને ભરવામાં મદદ મળશે.