1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 27 ડિસેમ્બર 2019 (18:30 IST)

RSS મુસ્લિમોનો નરસંહાર કરે તે પહેલા જગતે જાગી જવું જોઈએ' - ઇમરાન ખાન

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ફરી એક વખત શાબ્દિક હુમલો કર્યો છે.
ભારતમાં હાલ ભાજપની સરકાર છે. ભાજપ અને સંઘ બંને જોડાયેલા છે અને બંનેની વિચારધારા એક છે.
 
આ પહેલાં ગુરુવારના રોજ તેલંગણામાં RSSએ માર્ચ કાઢી હતી.
 
સુચિત્ર વિજયન નામની એક વ્યક્તિએ RSSની એ માર્ચની વીડિયો-ક્લિપ ટ્વિટર પર શૅર કરી હતી.
 
 
ઇમરાન ખાને સુચિત્ર વિજયનના ટ્વીટને રિ-ટ્વીટ કરતાં લખ્યું, "RSSના કારણે મુસ્લિમોનો નરસંહાર થાય તે પહેલાં આંતરરાષ્ટ્રીય જગતે જાગી જવું જોઈએ."
 
"મુસ્લિમોના નરસંહાર સામે દુનિયાના બીજા નરસંહાર ખૂબ નાના સાબિત થશે. કોઈ ધર્મ વિશેષથી નફરતના આધારે જ્યારે હિટલરના બ્રાઉન શર્ટ્સ કે RSS જેવા સંગઠન બને છે, તેમનો અંત હંમેશાં નરસંહાર પર થાય છે."
આ પહેલાં પણ ઇમરાન ખાને RSS પર ઘણી વખત પ્રહારો કર્યો છે.
 
ઇમરાન ખાન જ્યારે પણ ભારતની નરેન્દ્ર મોદી સરકાર પર વાત કરે છે, તેમાં RSSનો ઉલ્લેખ ચોક્કસપણે હોય છે. સાથે જ તેઓ ભારતની ભાજપ સરકારની સરખામણી જર્મનીની નાઝી સરકાર સાથે કરે છે.