ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Modified: ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (13:26 IST)

Aquarius--જાણો કેવા હોય છે કુંભ રાશિના લોકો

કુંભ - શારીરિક બાંધો
કુંભ રાશિની વ્‍યક્તિનો હાથ લાબોં, સુંદર, કોમળ અને અત્યંત સંવેદનશીલ હોય છે. તેમના બનાવટ ત્રિકોણીય હોય છે. તેમની પહેલી આંગળી બીજી આંગળીથી નાની હોય છે. અને નાની આંગળી ખૂબ મોટી હોય છે. તેમનો અંગૂઠો લચીલો હોય છે. તેમના ગળા, પીઠ પર, મુખ પાસે અથવા કપાળ પર તલ અથવા મસ્સાનું નિશાન રહે છે. પગ, ઘુંટણ કે એડીમાં દુ:ખાવો રહે છે.
 
કુંભ - વ્યવસાય
કુંભ રાશીની વ્‍યક્તિની બુદ્ધિ વધારે પ્રમાણમાં વ્યવસાયિક હોય છે. કુંભ રાશીની વ્‍યક્તિને ટેલીવિઝનથી જોડાયેલા ઉદ્યોગમાં વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. આ રાશીને ફિલ્મ નિર્માતાના રૂપમાં ખૂબ સફળ હોય છે.
 
કુંભ - આર્થિક પક્ષ
કુંભ રાશિના જાતકો પોતાના વિચારોને અને ઘરખર્ચ ને સંતુલિત રાખવામાં બુદ્ધિથી કાર્ય કરે છે. આ લોકો દેવું કરવાથી ગભરાય છે, પણ પરિસ્થિતના કારણે દેવું લેવા માટે મજબૂર હોય છે. તેમનાં મિત્રોમાં ગુપ્ત શત્રુઓની સંખ્યા વધારે હોય છે જે પીઠ પાછળથી વાર કરે છે. આ કારણે તેમને જમીન-મિલકત સંબધિત નુકશાન ઉઠાવવું પડે છે. તેમના ભાગ્યનો ઉદય ૨પ વર્ષથી થાય છે. જીવનના ૨પ, ૨૮, ૪૦, ૪પ, પ૧ અને ૬૩ વર્ષની આયુમાં તેમને સારો લાભ થાય છે. પણ આ લોકો વિશેષ ધની નથી હોતા. ખર્ચ કરવા માટે પણ પૈસા ની કમી નથી હોતી, આ લોકોને થોડી ધણી પૈત્રુક સમ્પતિં અવશ્ય મળે છે.
 
 કુંભ - ચરિત્રની વિશેષતા
ચરિત્રનાં પ્રારંભિક લક્ષણ - સનકી, અસ્થિર ચિત્ત, સ્વયંનુ વ્યક્તિત્વ સિદ્ધ કરવા માટે બીજાને દુ:ખ પહોંચાડવવું પોતાની સ્વતંત્રતાનો દાવો કરવા માટે નિયમોની અવગણના કરવી. ઘરેલુ જીવનની અવગણના કરીને અત્યાધિક મેલ-મિલાપ વધારવો, અન્ય સમુહો પ્રત્‍યે અભિમાની વ્યવહાર. ચરિત્રના ઉત્તરકાલીન લક્ષણો : પરોપકારી, માનવીય, અવ્યક્તિક પ્રેમ તથા સામૂહિક ક્રિયાશીલતા દ્વારા દિલકો જીતના. અન્ય સમૂહોના પ્રત્યે સહયોગની ભાવના રાખવી. બધા માનવીય સમૂહોને સંગઠિત સંયોજિત રૂપમાં જોવુ. અંત:કરણ ના લક્ષણ- નવો યુગ લાવવા માટે બીજાની સાથે મળીને કાર્ય કરવું . પોતાની વ્યકિતગત ઇચ્છાનું સામૂહિક લક્ષની સાથે સમાયોજન કરવુ.
 
કુંભ - આજીવિકા અને ભાગ્ય
કુંભ રાશિના વ્યક્તિ આજીવિકાના કયા ક્ષેત્રમા સફળતા પ્રાપ્ત કરશે એ તો જન્મ કુંડળીનાં ગ્રહોની સ્થિતિ જોયા બાદ ખબર પડે. પરંતુ સામાન્ય રીતે કુંભ રાશિની વ્‍યક્તિ વૈજ્ઞાનિક, સામૂહિક, જ્યોતિષ, યાન ચાલક પ્રવક્તા, શોધકર્તા ના કાર્યમા ઉપયુક્ત રહે છે. તેમને જાસૂસી પ્રકૃતિનો ધંધો પ્રિય હોય છે. આ લોકો જ્યોતિષ કે તકનિકિ વિશેષજ્ઞ વગેરે પણ હોઇ શકે. તેઓ સમયના પાબંધી નથી હોતા, જે વાત જે સમયે થાય તેને તેના રૂપે ઢાળી લે છે.
 
કુંભ - શુભ રંગ
કુંભ રાશિ માટે કાળો, આસમાની, જાંબુડી, લીલો રંગ ભાગ્યશાળી હોય છે. આ રંગના વસ્ત્રો પહેરવાથી માનસિક શાંતિ મળે છે. ખિસ્સામાં હંમેશા કાળો અથવા આસમાની રુમાલ મૂકવાથી લાભ થાય છે.