હાથની રેખા બતાવશે કે તમારુ એક્સટ્રા મેરિટલ અફેર છે કે નહીં.

Last Updated: સોમવાર, 11 નવેમ્બર 2019 (16:55 IST)

હાથોની રેખાઓમાં જીવનનો દરેક રાઝ છૂપાએલો છે પરંતુ આ રાઝને એ જ જાણી શકે જે હાથની રેખા વાંચી શકતો હોય. રેખા વાંચનારાઓથી તમે કોઇ રાઝ છૂપાવી શકતાં નથી. તે રેખા જોઇને સમજી જાય છે કે આ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી છે કે નહીં. તેનું વૈવાહિક જીવન સારુ રહેશે કે નહીં અને તેને કોઇ એક્સટ્રા મેરિટલ અફેર છે કે નહીં.


હવે તમને થશે કે અફેર વિશે હાથની રેખા પરથી કઇ રીતે જાણી શકાય. તો હથેળીની સૌથી નાની આંગળીનાં શરુ થનારી સ્થાનને બુધનો પર્વત કહે છે. બુધનાં પર્વત પર પસાર થતી આડી રેખાઓને વિવાહ રેખા કહે છે. આ રેખાથી વ્યક્તિનાં વૈવાહિક જીવન કે તેના અફેર વિશે જાણકારી મળી શકે છે. બુધ પર્વતની તરફ આવતી રેખા જેટલી વધારે હશે તેટલી અફેર થવાની સંભાવના વધારે. હથેળીનાં છોડથી સ્પષ્ટ અને સીધી રેખા બુધ પર્વત પર આવતી હશે અને તેનાં પર અન્ય રેખા હોય તો વ્યક્તિનો વિવાહ બાદ પણ અફેર થઇ શકે છે.આ પણ વાંચો :