શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Modified: ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (12:34 IST)

હસ્તરેખા - હજારમાંથી એક વ્યક્તિના હાથ પર બને છે આ નિશાન, હોય છે ખૂબ શુભ

હસ્તરેખા જ્યોતિષમાં લોકોના હાથની રેખાઓ અને નિશાન જોઈને તેમના ભવિષ્ય વિશે અનેક વાતોની જાણ થઈ શકે છે.  હથેળી પર અનેક નિશાન હોય છે. આ નિશાનોમાંથી એક નિશાન હોય છે જે હજારો લોકોમાંથી એક વ્યક્તિના હાથમાં બનેલુ હોય છે.  આ નિશાન હોય છે ત્રિશુળ.  તો આવો  જાણીએ હથેળી પર  કયા કયા સ્થાન પર ત્રિશુળના નિશાન હોય છે અને તેનો મતલબ શુ હોય છે. 
 
- જો હ્રદય રેખાના માથા પર ગુરૂ પર્વતના નિકટ ત્રિશુલનુ નિશાન હોય તો આવો વ્યક્તિ પ્રભાવશાળી હોય છે. 
 
- સૂર્ય રેખા પર ત્રિશુળનુ નિશન હોય તો ઉચ્ચ પદ અને સરકારી ક્ષેત્રની પ્રાપ્તિ થાય છે. ત્રિશુલના ચિન્હ સાથે અન્ય રેખાઓ હોવા પર પરિણામ વિપરિત થશે. 
 
- જો આ નિશાન ભાગ્ય રેખા પર હોય તો તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેને બધા સુખોની પ્રાપ્તિ થાય છે. 
 
- બીજી બાજુ જેના હાથની દસ આંગળીઓમાં ભગવાન વિષ્ણુના પ્રતીક ચક્રનુ ચિન્હ હોય એ ચક્રવર્તી હોય છે.