શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 13 નવેમ્બર 2015 (13:27 IST)

બિહાર ચૂંટણીમાં 142 બાગી ઉમેદવારોની જીત

બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીતીને આવેલ ચેહરામાં 142 એવા છે જેમના પર અપરાધિક મામલા ચાલી રહ્યા છે. આ કુલ ધારાસભ્યોની સંખ્યાના 58 ટકા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફાર્મ દ્વારા ચાલુ રિપોર્ટ મુજબ 98 એવા ધારાસભ્ય છે જેમના પર ગંભીર અપરાધિક મામલા નોંધાયેલ છે. તેમના પર હત્યા, હત્યાનો પ્રયાસ, સાંપ્રદાયિક રમખાણો, મહિલાઓ પ્રત્યે અપરાધ જેવા મામલા ચાલી રહ્યા છે. 
 
બીજી બાજુ 70 એવા ધારાસભ્ય છે જેમને ખુદને કોર્ટ દ્વારા આરોપિત હોવાની વાત સ્વીકારી છે. બીજી બાજુ 2010ની વાત કરે તો 228માં 130 (57 ટકા) ના વિરુદ્ધ અપરાધિક મામલા ચાલી રહ્યા છે. એડીઆરે ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ શપથ પત્રોના વિશ્લેષણના આધાર પર આ આંકડા એકત્ર કર્યા છે. સંપત્તિની વાત કરીએ તો અરરિયાથી ચૂંટાયેલા જદયૂના ધારાસભ્ય અચમિત ઋષિદેવની સંપત્તિ સૌથી ઓછી છે. દરૌલીથી જીતેલ માલેના સત્યદેવ રામ અને બરહરિયાથી જીતેલ જદયૂની શ્યામ બહાદુર સિંહ પણ ઓછી સંપત્તિવાળા ધારાસભ્ય છે. ત્રણ એવા ધારાસભ્ય છે જેમની સંપત્તિ એક કરોડથી વધુ છે. પણ તેમણે પોતાનો પૈન નંબર નથી બતાવ્યો. વર્ષ 2010ની તુલનામાં મહિલાઓનુ પ્રતિનિધિત્વ ઘટ્યુ છે. આ વખતે 243માં 28 મહિલાઓ વિધાનસભામાં પહોંચવામાં સફળ રહી છે. આ 11.5 ટકા મહિલા પ્રતિનિધિત્વ છે. જ્યારે કે 2010માં 228 મહિલાઓની સંખ્યા 33 હતી જે 15 ટકા હતી. 
 
કયા દળમાં કેટલા બાગી - 46 ધારાસભ્ય રાજદના છે જેમના પર કેસ નોંધાયેલ છે (58 ટકા), 37 ધારાસભ્ય જદયૂના છે જેમના પર કેસ નોંધાયેલ છે (52 ટકા), 34 ભાજપાના ધારાસભ્યો પર અપરાધિક મામલો (64 ટકા), 19 ભાજપા ધારાસભ્યો પર ગંભીર મામલા નોંધાયેલ છે(36 ટકા) 
 
કેટલા શ્રીમંત - 14 ધારાસભ્યોએ પોતાની સંપત્તિ 10 કરોડથી વધુ બતાવી છે. ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 3.02 કરોડ છે.  22 ધારાસભ્યોની સંપત્તિ 5 થી 10 કરોડની વચ્ચે છે. 30 ધારાસભ્ય એવા છે જેમની સંપત્તિ 50 લાખથી ઓછી છે.