રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 7 નવેમ્બર 2015 (12:35 IST)

અમિત શાહે આ રીતે બિહાર ચૂંટણીની રણનીતિ બનાવી હતી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજેપીનો ચેહરો બેશક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા પણ પડદાં પાછળ જલવો હતો. પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને પીએમઓના આઈટી સેલનો. 
 
વાર રૂમના સભ્ય રહેલ એક બીજેપી નેતાના નામ ન છાપવાની શરત પર બતાવ્યુ કે એક સમયમાં જુદા જુદા વિસ્તારોના 8-10 કાર્યકર્તા જોડાતા હતા. તેમણે બતાવ્યુ હતુ કે બીજેપી માટે આ ચૂંટણી કેમ મહત્વપુર્ણ છે. આનાથી તેનાથી તેમની સાથે એક ભાવનાત્મક સંબંધ બની જતો હતો. કાર્યકર્તા કોઈ પણ સવાલ પૂછી શકતા હતા. 
 
વાર રૂમની વ્યવસ્થા પાર્ટીના વરિષ્ઠ નેતા અનંત કુમાર, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ અને અનિલ જૈન સાચવી રહ્યા હતા. આ બધા પોતાની રિપોર્ટ અધ્યક્ષ અમિત શાહને આપતા હતા અને શાહ તેને પ્રધાનમંત્રી મોદી સુધી પહોંચાડતા હતા. 
 
 અમેરિકામાં અનિવાસી બિહારીઓનો એક પ્રકોષ્ઠ યુવા મતદાતાઓને બીજેપીના પક્ષમાં મતદાન માટે સમજાવતો હતો. આ પ્રકોષ્ઠને ગામના સંભ્રાંત લોકોના ફોન નંબર આપવામાં આવ્યા હતા. બિહારના આ અનિવાસિયોએ અમેરિકામાં બિહાર સોસાયટી નામની સંસ્થા બનાવી હતી. તેના સભ્યોએ અમેરિકા યાત્રા દરમિયાન મોદી સાથે મુલાકાત કરી હતી. 
 
આ ફોન દ્વારા લોકો સાથે વાત કરતા હતા. બિહારના યુવાઓને કહેતા હતા કે આપણને બિહાર કેમ છોડવુ પડ્યુ ? ગુજરાતી એનઆરઆઈને જુઓ તેમણે પોતાના રાજ્યમાં રોકાણ કર્યુ. કારણ કે ત્યા આધારભૂત માળખુ અને રોકાણ લાયક વાતાવરણ હતુ.   અહી બિહારમાં ત્યારે  શક્ય છે જ્યારે અહી બીજેપીની સરકાર બનશે. તેમણે વ્હોટ્સએપ પર ઈંડિયા ફોર ડેવલપ્ડ બિહાર નામથી ગ્રુપ બનાવ્યુ હતુ. 
 
અમિત શાહ-નરેન્દ્ર મોદીની જોડીએ જમીની સ્તર પર નાનાથી મોટી વાતોનુ ધ્યાન રાખ્યુ. જુલાઈ મહિનામાં જ ગુજરાતના એક સાંસદને બિહારના આવા 10 જીલ્લામાં ચૂંટણી કામની જવાબદારી આપવામાં આવી. જ્યા બીજેપી ખૂબ મજબૂત નથી. સાંસદે નીતીશ કુમારના ગૃહજનપદ નાલંદાથી શરૂઆત કરી. ત્યા એક પછી બીજા વિસ્તારમાં જતા રહ્યા નએ કાર્યકર્તાઓમાં જોશ ભરતા રહ્યા. તેમણે કાર્યકર્તાઓને કહ્યુ કે તમારુ પ્રથમ લક્ષ્ય બૂથ સ્તર પર વોટ પ્રતિશત વધારવો પડશે.   જો આ પાંચ ટકા વધી ગઈ અને બીજેપી એક મતથી પણ જીતી તો તમને ઈનામ મળશે.  ઈનામમાં 50000 રૂપિયા સુધીની રકમ કે સ્વયંસેવી સંસ્થા દ્વારા ખરીદવામાં આવેલ ગાય આપવાનું વચન આપ્યુ. 
 
બીજેપીના એક નેતાએ કહ્યુ કે જો અમે જીતીશુ તો આનુ કારણ કેન્દ્ર સરકારનુ કામ નહી, પણ મોદી-શાહ જોડીનુ સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્તર પર કરવામાં આવેલ વ્યવસ્થા રહેશે.. આ વાત સંપૂર્ણ રીતે ઓફ ધ રેકોર્ડ છે.