શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 5 નવેમ્બર 2015 (11:55 IST)

બિહાર ચૂંટણી-અંતિમ તબક્કાનું મતદાન ચાલુ, આજ સાંજથી વિવિધ ચેનલો ઉપર એકઝીટ પોલ

બિહાર વિધાનસભા ચૂંટણીનો આજે અંતિમ તબક્કાના મતદાનનો પ્રારંભ થયો છે. પાંચમા અને અંતિમ ચરણની 57 સીટો પર વોટિંગ થઈ રહ્યુ છે. સવારે 11 વાગ્યા સુધી 24.29 ટકા વોટિંગ નોંધવામાં આવ્યુ. આ પહેલા સવારે લગભગ 10 વાગ્યે લગભગ 17.67 ટકા અને શરૂઆતના પ્રથમ કલાકમાં સવારે 8 વાગ્યા સુધી 5.58 ટકા મતદાન નોંધાયુ. પાંચમા ચરણમાં 57 સીટો નવ જીલ્લામાં છે. જેમા મઘુબની, દરબંગા, સુપૌલ, મધેપુરા, સહરસા, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા અને કટિહારનો સમાવેશ છે. બે મહિના સુધી ચાલેલા ચૂંટણી પ્રચાર બાદ આજે સવારે બિહાર વિધાનસભાના અંતિમ તબક્કાના મતદાનનો પ્રારંભ થયો છે. 9 જિલ્લાની પ૭ બેઠકો ઉપર આજે સવારથી ઉત્સાહપુર્વક મતદાન થઇ રહ્યુ છે. દોઢ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આજનું મતદાન એનડીએ અને મહાગઠબંધન માટે મહત્વનું છે. બંને વચ્ચે કાંટે કી ટક્કર છે તો પપ્પુ યાદવ, તારીક અનવર અને ઓવૈશી જેવા નેતાઓનું રાજકીય મહત્વ પણ આજે નક્કી થઇ જશે. આજે કુલ 827 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થઇ રહ્યુ છે. ર૪૩ બેઠકો માટે ચાર તબક્કાનું મતદાન સંપન્ન થઇ ચુકયુ છે અને આજના મતદાન બાદ તમામ બેઠકોની મત ગણતરી રવિવારે થશે. આજે સાંજની એકઝીટ પોલ આવવા શરૂ થશે.
 
   નીતિશના નેતૃત્વવાળા મહાગઠબંધન અને ભાજપના નેતૃત્વવાળા એનડીએ બંનેને દાવો છે કે, બિહારમાં હવે પછીની સરકાર તેમની બનશે. બંનેનો દાવો છે કે, પ્રથમ ચરણથી ચોથા ચરણ વચ્ચે મતદાનની જે પેટર્ન રહી છે તે તેમના પક્ષમાં છે. બંને ગઠબંધનો તરફથી વધુને વધુ બેઠકો જીતવા માટે અંતિમ તબક્કા સુધી કરો યા મરો જેવા પ્રયાસો થયા હતા. આનાથી જાણી શકાય છે કે, બંનેના દાવાઓમાં હકીકત વધુ આશાવાદ છે. આજની બેઠકના મતદાનમાં પ૭ બેઠકોમાં 40 પર પપ્યુ યાદવના ઉમેદવારો છે તો ઓવૈશીના પક્ષના 6 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થઇ રહ્યુ છે. અનેક બેઠકો પર મુસ્લિમો વસ્તી વધુ છે. તેથી મુસ્લિમોના મતોના ભાગલા પડે તેવી શકયતા છે. લોકોનો ફેંસલો રવિવારે જ જાણી શકાશે પરંતુ એટલુ નક્કી છે કે, આજનુ અંતિમ તબક્કાનું મતદાન બિહારનો ફેંસલો કરશે.
 
   આજે પાંચમાં અને અંતિમ ચરણમાં યુવાનો ઉપર પણ ઘણુ મહત્વ છે. આજના મતદાનના વિસ્તારોમાં નીતિશ વિરોધી લહેર જોવા મળી નથી પરંતુ મોદીનો કરીશ્મા પણ ચાલુ છે. ખાસ કરીને મહિલા મતદારો વચ્ચે આ બંને ચહેરાઓ વચ્ચે મુકાબલો છે. એનડીએએ લેપટોપ અને સ્કુટી ઉપર દાવ ખેલ્યો છે તો મહાગઠબંધને મહિલાઓને નોકરીમાં અનામત અને યુવાનોને અંગ્રેજી અને કોમ્પ્યુટર શીખવાડવા તથા વાઇફાઇની લાલચ આપી છે. આજના મતદાનમાં મુસ્લિમ ફેકટર અને મિથિલાંચન પર સૌની નજર છે. સીમાંચલમાં 6 બેઠકો પર હૈદ્રાબાદના સાંસદ ઓવૈશીનો પક્ષ મેદાનમાં છે.   આજે સવારથી જ અનેક મતદાન કેન્દ્રો પર લાઇનો જોવા મળી હતી. તે જોતા મતદાનની ટકાવારી ઉંચે જાય તેવી શકયતા છે.  દરમિયાન આજે સાંજથી વિવિધ ચેનલો ઉપર એકઝીટ પોલના તારણો રજુ થશે.