શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Modified: પટના. , બુધવાર, 28 ઑક્ટોબર 2015 (11:00 IST)

બિહાર ચૂંટણી - ત્રીજા ચરણનું મતદાન ચાલુ, લાલુના પુત્ર સહિત અનેક લોકોનું નસીબ દાવ પર

બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન ચાલુ છે.  ત્રીજા ચરણમાં 6 જીલ્લાની 50 વિધાનસભા ચૂંટણીના ત્રીજા ચરણનુ મતદાન ચાલુ છે. ત્રીજા ચરણમાં 6 જીલ્લાની 50 વિધાનસભા સીટો પર મતદાન થઈ રહ્યુ છે. મતદાનના શરૂઆતી એક કલાકમાં 5.59 ટકા મતદાન નોંધવામાં આવ્યુ છે. જ્યારે કે નવ વાગ્યા સુધી 9.12 ટકા વોટિંગ નોંધવામાં આવી છે. 
 
ત્રીજા ચરણ લાલૂ પ્રસાદ યાદવ અને નીતીશ કુમાર માટે ખૂબ મુખ્ય છે. કારણ કે આજે લાલૂના ગઢ સારણમાં પણ મતદાન થઈ રહી છે અને સારણમાં વિધાનસભાની 10 સીટો આવે છે. બીજી બાજુ નીતીશના ગઢ નાલંદામા પણ મતદાન ચાલી રહ્યુ છે. જ્યા વિધાનસભાની સાત સીટો છે. ત્રીજા ચરણના મતદાનમાં સારણ, વૈશાલી, નાલંદા, પટના, ભોજપુર અને બક્સર જીલ્લાના મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 
 
ત્રીજા ચરણમાં 50 વિધાનસભા ક્ષેત્રના લગભગ 1.46 કરોડ મતદાતા 71 મહિલા સહિત 808 ઉમેદવારોના રાજનીતિક ભવિષ્યનો નિર્ણય કરશે. ત્રીજા ચરણના ચૂંટણીમાં મુખ્ય હરીફાઈ ભાજપા નેતૃત્વ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન અને સત્તાધારી મહાગઠબંધન વચ્ચે માનવામાં આવી રહ્યુ છે. પણ કેટલાક ક્ષેત્રોમાં અન્ય રાજનીતિક દળ અને નિર્દળીય ઉમેદવાર મુકાબલાના ત્રિકોણાત્મક પણ બનાવવાનો પુરજોર પ્રયાસ કરી રહ્યા છે.