રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Updated :પૂર્ણિયા. , સોમવાર, 2 નવેમ્બર 2015 (16:02 IST)

પૂર્ણિયાની રેલીમાં પીએમ બોલ્યા, 'સિખ વિરોધી રમખાણોની વરસી પર કોંગ્રેસ કરી રહી છે સહિષ્ણુતાની વાત'

બિહારમાં અંતિમ ચરણના મતદાન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્ણિમાના રંગભૂમિ મેદાનમાં રેલીને સંબોધિત કરી. દેશમાં વધતી અસહિષ્ણુતાને લઈને ઘેરાયેલ પોતાની સરકાઅનો બચાવ કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર જ દેશમાં સહિષ્ણુતાને નુકશાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો. 
 
સિખ વિરોધી રમખાણોની યાદ અપાવતા પીએમ મોદી કહ્યુ, 'આજે બે નવેમ્બર છે. 1984 ના બે નવેમ્બરને યાદ કરો. ઈન્દિરા ગાંધીની હત્યા પછી હિન્દુસ્તાનમાં સિખોનુ કત્લેઆમ કરવામાં આવી રહ્યુ હતુ. સિખ રમખાણોમાં કોંગ્રેસના નેતાઓ પર ગંભીર આરોપ લાગ્યા હતા અને આજે કોંગ્રેસ સહિષ્ણુતાની વાત કરી રહી છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે હજુ પણ સિખોના આંસૂ લૂછવામાં આવી રહ્યા નથી. 
 
નીતીશ અને લાલૂનો આભાર 
 
આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ, 'એક વાત માટે મને લાલૂ અને નીતીશજીનો આભાર માનવો છે. કારણ કે તેમને આ ચૂંટણીમાં અમને 40 સીટો પડકાર વગર આપી દીધી. તેમનો ઈશારો મહાગઠબંધનની તરફથી કોંગ્રેસને આપવામાં આવેલ 40 સીટો તરફ હતી. 
 
નીતીશે આપ્યો લોકોને દગો 
 
પૂર્ણિયાની રેલીમાં તેમને એકવાર ફરી નીતીશ કુમાર પર પ રહાર કર્યો અને કહ્યુ કે નીતીશ કુમારે જનતાને દગો આપ્યો છે. પીએમ મોદીએ કહ્યુ, નીતીશે કહ્યુ હતુ કે વીજળી નથી તો વોટ નહી. પણ વીજળી હજુ સુધી આવી નથી. જે બિહાર તેના વિશ્વાસ નથી કરી શકે છે.  બિહારનો દરેક નૌયુવાન નીતીશ કુમાર પાસે તેમના કામનો હિસાબ માંગી રહ્યો છે. 
 
વાજપેયીને કારણે મળ્યો નીતીશને વોટ 
પીએમ મોદીએ કહ્યુ કે બિહારના લોકો જંગલરાજથી કંટાળી ગયા હતા. તેથી તેમણે નીતીશની આંગળી પકડી લીધી. આ સાથે જ તેમણે કહ્યુ કે વાજપેયીજીને કારણે જ નીતીશ કુમારને વોટ મળ્યો હતો. તેમણે કહ્યુ, 'નીતીશજી તમે નસીબવાળા હતા કે અટલજીએ તમારા ખભા પર હાથ મુક્યો હતો લોકોએ તમને પસંદ કર્યા કારણ કે તેમને અટલજી પર વિશ્વાસ હતો. 
 
રેલીમાં એકત્ર થયેલી ભીડથી ઉત્સાહિત મોદીએ કહ્યુ કે હવે આ મેદાન પણ નાનુ પડી ગયુ. પ્રધાનમંત્રીએ માતાઓ અને બહેનોનુ દરેક સપનુ પુરૂ કરવાનુ વચન આપ્યુ.  મોદીએ એનડીએની જીતનો દાવો કરતા કહ્યુ, 'નીતીશ અને લાલૂ તમારે જેટલી રમત રમવી છે રમો.. આઠ નવેમ્બરના દિવસે લોકો ચારેબાજુ દિવાળી ઉજવશે.