Bihar Vidhan Sabha Election Date 2020:બિહારમાં 28 ઓક્ટો., 3 અને 7 નવેમ્બરે ચૂંટણી, 10મી પરિણામ
બિહારમાં ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે.
પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠકો માટે ચૂંટણી યોજાશે.
બીજા તબક્કામાં 17 જિલ્લાની 94 બેઠકો માટે ચૂંટણી યોજાશે.
ત્રીજા તબક્કામાં 15 જિલ્લાની 78 બેઠકો પર મતદાન યોજાશે.
પ્રથમ તબક્કાની ચૂંટણી 28 ઓક્ટોબરે,
બીજો તબક્કાની 3 નવેમ્બરે અને
ત્રીજો તબક્કાની 7 નવેમ્બરના રોજ યોજાશે.
10 મીએ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
બિહારની ચૂંટણીમાં આ વખતે 7.29 કરોડ મતદારો રહેશે
મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું કે,કોરોના કાળમાં આ દેશની જ નહી પણ વિશ્વની પ્રથમ ચૂંટણી થવાની છે. બિહારમાં 243 બેઠકો છે. 38 બેઠકો અનામત છે. અમે મતદાન મથક પર મતદારોની સંખ્યા 1500 ને બદલે 1000 પર રાખવાનું નક્કી કર્યું હતું. 2015 માં ગત વિધાનસભાની ચૂંટણી સમયે, અહીં 6.7 કરોડ મતદારો હતા. હવે ત્યાં 7.29 કરોડ મતદારો છે. 1.73 લાખ વીવીપીએટીનો ઉપયોગ કરવામાં આવશે. 6 લાખ માસ્ક, 7.6 લાખ ફેસ શિલ્ડ, 23 લાખ હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરવામાં આવશે.
ચૂંટણી કાર્યક્રમ તૈયાર કર્યો - મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું કે, ચૂંટણી પંચ બિહાર વિધાનસભાની ચૂંટણીઓની ઘોષણા કરવા માટે અહીં હાજર છીએ. એવું કહેવામાં આવે છે કે કોવિડને કારણે 70 થી વધુ દેશોએ તેમના દેશની ચૂંટણીઓ મુલતવી રાખી છે. કોરોના સમયગાળા દરમિયાન, લોકોના આરોગ્ય અને સલામતીની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે. ચૂંટણી પંચે આ માટે ઘણી તૈયારી કરી લીધી છે. આને ધ્યાનમાં રાખીને ચૂંટણીનો કાર્યક્રમ પણ બનાવવામાં આવ્યો છે. અમે રાજ્યસભાની ચૂંટણીઓ અને વિધાન પરિષદની ચૂંટણીઓમાં આ કર્યું છે.
ચૂંટણી પંચ આજે બિહાર વિધાનસભાની ચૂંટણી ઉપરાંત, 15 રાજ્યોની એક લોકસભાની બેઠક અને 64 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી શકે છે. બિહારની વાલ્મીકી નગર લોકસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત પણ કરી શકે છે. સાથે જ 64 વિધાનસભા સીટોમાંમધ્ય પ્રદેશની 27 સીટો નો સમાવેશ છે, જ્યાં પેટા ચૂંટણી યોજાવાની છે.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી ટાળવાનો કર્યો હતો ઈંકાર
સુપ્રીમ કોર્ટે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ મુલતવી રાખવાની અરજી નામંજૂર કરી દીધી છે. અરજીમાં કોવિડ -19 કટોકટીને ધ્યાનમાં રાખીને બિહારની ચૂંટણી મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી છે.
બિહારમાં એનડીએને પરત ફરવાની આશા
બિહારમાં સીએમ નીતિશ કુમારની અધ્યક્ષતામાં એનડીએની સરકાર છે. સત્તારૂઢ એનડીએનું ગઠબંધન ફરી પાછું આવે તેવી સંભાવના છે. જ્યારે આરજેડી સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ સરકાર ઉપર પ્રહાર કરી રહી છે. વિશેષ વાત એ છે કે ચૂંટણીની તારીખોની ઘોષણા પૂર્વે જ રાજ્યમાં રાજકીય ગરમાવો તીવ્ર બની ગયો હતો.