નીતીશે મહાગઠબંધનના ઉમેદવારોનુ એલાન કર્યુ, ઉમેદવારોમાં 14 ટકા મુસલમાન
બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા બુધવારે મહાગઠબંધને સંયુક્ત રૂપે ઉમેદવારોનુ એલાન કર્યુ. ઉમેદવારોના નામોનું એલાન કરતા જેડીયૂ નેતા અને પ્રદેશના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યુ કે ઉમેદવારોની પસંદગીમાં સમાજના બધા વર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રેસ કૉંફ્રેંસ દરમિયાન નીતીશ કુમારે કહ્યુ, મહાગઠબંધનમાં કોઈ પ્રકારનો વિવાદ નથી. પહેલા સીટોની વહેંચણી થઈ. પછી અમે લાંબી ચર્ચા પછી ઉમેદવારોના નામ પર વિચાર કર્યો અને પછી જેડીયૂ-આરજેડી અને કોંગ્રેસની સંયુક્ત યાદી લઈને અમે હાજર છીએ.
નીતીશે જણાવ્યુ કે મહાગઠબંધન તરફથી જે લોકોને ઉમેદવાર બનાવ્યા છે તેમા જનરલ કેટેગરીના 16 ટકા, બેકવર્ડ ક્લાસેઝના 55 ટકા, એસટી-એસસીના 16 ટકા અને મુસ્લિમ-માઈનૉરિટીના 14 ટકા ઉમેદવારોનો સમાવેશ છે. હાલ 242 સીટો પર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. મહાગઠબંધને 39 સીટો પર મુસલમાનોને સ્થાન આપ્યુ છે. કુલ 25 સીટો પર મહિલા ઉમેદવારોને તક આપી છે.