શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 9 નવેમ્બર 2015 (12:46 IST)

બિહાર ચૂંટણી - નીતીશની જીત પાછળ મોદીના આ માણસનો હાથ

નીતીશ કુમારની જીત પાછળ અનેક કારણ છે જેમાથી એક છે પ્રશાંત કિશોર - આ એ જ વ્યક્તિ છે જેણે ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચારનુ કામ સાચવ્યુ હતુ. 37 વર્ષના કિશોરે નીતીશ કુમાર માટે પણ ચૂંટણી રણનીતિ તૈયાર કરી છે. જેની શરૂઆત તેમણે મે મહિનાથી જ કરી દીધી હતી. 
 
એ સમયે એનડીટીવી સાથે વાતચીતમાં બક્સરના કિશોરે કહ્યુ હતુ નીતીશ કુમાર સૌથી વિશ્વસનીય રાજનેતાઓમાંથી એક છે અને બિહાર જેવા પડકારરૂપ રાજ્યમાં શાસન પ્રણાલી અને કાયદા વ્યવસ્થા કાયમ રાખવાનુ શ્રેય પણ તેને જાય છે. પ્રશાંત કિશોરે 2011માં સંયુક્ત રાષ્ટ્રમાં લાગેલ પોતાના જન સ્વાસ્થ્ય વિશેષજ્ઞની નોકરીમાંથી વિદાય લઈને આફ્રિકાથી પરત ફર્યા અને 2012ના ગુજરાત ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને મજબૂત શાસન પ્રણાલીના પ્રતીક બતાવવાના કામમાં લાગી ગયા. 
 
એટલુ જ નહી 2014ના લોકસભા ચૂંટણીમાં પણ કિશોરે પીએમ મોદીના પ્રચાર પ્રસારનું કામ સાચવ્યુ જેમાથી ચાય પે ચર્ચાએ ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. તેની ટીમમાં અનેક વિશેષજ્ઞ લોકોનો સમાવેશ છે. જેમા એમબીએ અને આઈઆઈચી ગ્રેજ્યુએટ પણ છે. એવુ કહેવાય છે કે રાષ્ટ્રીય ચૂંટણી પછી કિશોરે આગળની શક્યતાઓની શોધમાં એક વર્ષનો લાંબો બ્રેક લીધો હતો. આમ તો કિશોરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીમ સાથે અમેઠીમાં પણ કામ કર્યુ છે.