લાંચ લેવાના મામલામાં કૈમેરામાં પકડાઈ ગયેલા ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ બંગારૂ લક્ષ્મણના પુનરૂજ્જીવનના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં આજે તેમને વ્યાસપીઠ પર સ્થાન આપવામાં આવ્યું. લક્ષ્મણને પરત લાવવા નિતિન ગડકરીના દલિત એજન્ડાનો ભાગ છે એવું માનવામાં આવે છે.
લક્ષ્મણ ભાજપની પહેલા દલિત અધ્યક્ષ હતાં જેનો ભરપૂર ફાયદો ભાજપે પ્રચારના રૂપમાં લઈ લીધો પરંતુ લાંચ લેવાના કેસ બાદ લક્ષ્મણ રાજકીય પરિદૃશ્યથી બહાર થઈ ગયાં હતાં. તેમને ભાજપનું અધ્યક્ષપદ પણ છોડવું પડ્યું હતું. દિલ્હીની રાજનીતિમાં એકલા પડેલા લક્ષ્મણે દિલ્હી છોડીને પોતાના ગૃહરાજ્ય આંધ્રપ્રદેશમાં જવાનું ઉચિત સમજ્યું. બેંગલુરૂમાં યોજાયેલા અધિવેશનમાં પણ તે જોવા ન મળ્યાં.
પરંતુ ગુરૂવારે અચાનક ગડકરીના નેતૃત્વ વાળા આ અધિવેશનમાં તેજ જોવા મળ્યાં. આ મુદ્દે તેમની સાથે વાત કરવા પર તેમણે રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાના પુનરાગમન વિષે કંઈ પણ જણાવ્યું. તે હંસીને પ્રશ્નોનો જવાબ ટાળી રહ્યાં હતાં પરંતુ ગડકરીએ દલિતોને ભાજપ સાથે જોડાવાની જે અપિલ કરી છે તેના પરથી માનવામાં આવી રહ્યું છે કે, લક્ષ્મણ પન તેમના આ દલિત એજન્ડાનો ભાગ છે.
ભાજપને 2014 માં સત્તા પ્રાપ્ત કરવા માટે દસ ટકા વોટોની વૃદ્ધિ કરવી જરૂરી છે એટલા માટે દલિત અને પછાત જાતીના લોકોથી જોડાવાનો સંકલ્પ ગડકરીએ છેડ્યો છે. આ સંકલ્પને પગલે નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. લક્ષ્મણને આગળ લાવવા આ રણનીતિનો એક ભાગ છે.