શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By સમય તામ્રકર|

અભિષેકે 15 કિલો વજન ઉતાર્યુ

IFM
બોલીવુડના નાયકોની ફિટનેસની જ્યારે વાત નીકળે છે તો અભિષેક બચ્ચન બીજા નાયકોની સામે ટકી ફીકા પડે છે. ખાવા-પીવાના શોખીન અભિષેક મોટેભાગે પોતાના વધતા વજનને લઈને ચિંતિક રહે છે. અને બિચારા નિર્દેશક ચિતામાં સુકાંતા જાય છે.

મણિરત્નમે જ્યારે અભિષેકને 'રાવણ' ને માટે સાઈન કર્યા તો તેમણે તરત જ વજન ઓછુ કરવાનુ કહ્યુ. મણિ જેવા મોટા નામવાળા નિર્દેશકનો આદેશ ટાળવાની હિમંત અભિષેક ન કરી શક્યા.

અભિષેકે ખાવા-પીવા પર નિયંત્રણ મુકીને જીમનો રસ્તો પકડ્યો. સખત મહેનત કરી અને 15 કિલો વજન ઓછુ કર્યુ. હવે તેઓ પહેલા કરતા વધુ સ્ફૂર્તિલા દેખાય છે. તેઓ હજુ પણ વધુ વજન ઓછુ કરવાના પ્રયાસ કરી રહ્યા છે.