આ તો મારી જ વાર્તા છે-દીપિકા

N.D
વિવિધ રૂપ બદલનારી દીપિક પાદુકોણ પોતાની આવનારી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે કહે છે કે આ ફિલ્મ કદાચ તેમના જીવન પર લખવામાં આવી છે. 'લવ આજ કલ' જેમા દીપિકા, અલી ખાનની સાથે જોવા મળશે. આ ફિલ્મનુ નિર્માણ પણ સેફની ફિલ્મ નિર્માણ કંપની જ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દીપિકાનુ માનવુ છે કે ઉપરોક્ત ફિલ્મ તેમના જીવન સાથે મળતી આવે છે. ફિલ્મના નિર્દેશક ઈમ્તિયાજ અલીની પ્રશંસા કરતા દીપિકા કહે છે કે પોતાની શૈલીની જ ફિલ્મ બનાવી રહ્યા છે. જેમા તેમને પોતાના જીવનની છાયા જોવા મળે છે. તેને એવુ લાગી રહ્યુ છે કે ફિલ્મની વાર્તા તેને જોઈને જ લખવામાં આવી છે.

નઇ દુનિયા|
આવા સમાચાર તો પહેલા પણ આવી ચૂક્યા છે કે 'લવ આજ કલ' માટે સેફ અલી ખાન પોતાની પ્રેમિકા કરીના કપૂરને લેવા માંગતા હતા પરંતુ ફિલ્મના નિર્દેશક ઈમ્તિયાજ અલીએ કરીનાની જગ્યાએ દીપિકાને પ્રાથમિકતા આપી અને છેવટે તેમની જ વાત માનવામાં આવી. 'લવ આજ કલ'ની સાથે સાથે ફરહાન અખ્તરની ફિલ્મ 'કાર્તિક કાલિંગ કાર્તિક'માં કામ કરી રહેલ દીપિકા બંને ફિલ્મો માટે સખત મહેનત કરી રહી છે.


આ પણ વાંચો :