એશ્વર્યા, સલમાન અને વિવેક

વેબ દુનિયા|

W.D
જાણવા મળ્યુ છે કે એશ્વર્યા રાય નારાજ છે, કારણ કે તેમના પૂર્વ પ્રેમી ઓબેરોય જૂની વાતોને સાર્વજનિક કરવા માંડ્યા ચ હે. એશ્વર્યાનુ માનવુ છે એક વીતેલી વાતો ભૂલાવી દેવી જોઈએ તે હવે વિવેકની જીંદગીમાંથી નીકળી બીજા કોઈની પત્ની બની ગઈ છે અને મર્યાદાનુ ધ્યાન રાખવુ જોઈએ.

ફરહા ખાને ચેટ શો 'તેરે મેરે બીચ મે' માં વિવેક ઓબેરોયને બોલાવ્યો હતો. તેની સાથે એ ઘટનાક્રમ વિશે વાત કરવામાં આવી જ્યારે સલમાને તેને 41 વાર ફોન કર્યો હતો અને ધમકી આપી હતી. ત્યારે વિવેક ઓબેરોયે એક ટીવી ચેનલ સામે વિશે ખરુ-ખોટું કહ્યુ હતુ. પાછળથી તેને પોતાની ભૂલ સમજાઈ અને હવે એ સલમાનની માફી માંગી રહ્યો છે.
સલમાનને કંઈ કહેવાને બદલે વિવેક આ સમગ્ર કાંડ માટે ઉપન્યાસ રૂપે એશ્વર્યાને દોષી ઠેરાવી રહ્યો છે. ફરહાનો શો પોતાની સફાઈ આપવા માટે વિવેક માટે શ્રેષ્ઠ મંચ હતો અને તેણે પોતાની જાતને યોગ્ય ઠેરવવા માટે તેનો ખૂબ ફાયદો ઉઠાવ્યો. સલમાન સાથે તે આ વાત પર વધુ કોઈ ઝગડો નથી કરી શકતો અને તે જાણે છે કે ભારતીય નારીની જેમ એશ્વર્યા હવે આ મુદ્દા પર કંઈ પણ બોલે નહી.
વિવેકના કહેવા મુજબ એશ્વર્યાએ જ તેણે સલમાન વિરુધ્ધ પત્રકાર વાર્તા કરવા માટે કહ્યુ અને તેણે એવુ જ કર્યુ. એ સમયે તેઓ નાસમજ હતા. 24 વર્ષના નાદાન હતા, પ્રેમમાં શુધબુધ ખોઈ બેસ્યા હતા. જ્યારે ઈંડસ્ટ્રી તેના વિરુધ્ધ થઈ ગઈ તો એશ્વર્યાએ પણ સાથ છોડી દીધો અને તેઓ એકલા રહી ગયા

વિવેક સાચુ કહે છે કે ખોટુ એ તો એ જ જાણે, પણ તેણે એશ્વર્યાને દોષી સાબિત કરી છે. વિવેક જો માનતા હોય કે પાંચ વર્ષ પહેલા સલમાન વિરુધ્ધ મોઢુ ખોલીને તેણે ભૂલ કરી છે તો એક વાર ફરી એ તેઓ એ જ વાતને રીપિટ કરી રહ્યા છે. એ ઘટના પરથી તેણે કોઈ શિક્ષા ન મેળવી.
ઈંડસ્ટ્રીમાં સલમાનના પરિવાર સાથે તો તેની દુશ્મની હતી જ, હવે બની શકે છે કે બચ્ચન પરિવારની નારાજગી પણ સહન કરવી પડે. વિવેક અને એશ્વર્યા વચ્ચે જે પણ કંઈ થયુ હોય,પરંતુ એશ્વર્યાનુ લગ્ન થઈ ચૂક્યુ છે. સભ્યતા એ જ કહે છે કે તેના વિશે કંઈ પણ સાચુ-ખોટુ ન બોલવામાં આવે.

આમ તો એવુ સાંભળવા મળ્યુ છે કે સલમાન સાથે સંબંધ તૂટ્યા પછી એશ્વર્યાએ વિવેકને માત્ર પોતાનો મિત્ર માન્યો હતો, પરંતુ વિવેક ભૂલથી તેને સમજી બેસ્યો. જ્યારે તેણે એશ્વર્યા પર દબાવ નાખ્યો કે એ પણ પ્રેમને સ્વીકારી લે તો એશ્વર્યાએ તેની સાથેની મૈત્રી તોડવામાં બિલકુલ મોડુ ન કર્યુ.
સલમાન અને વિવેકમાં આ જ ફરક છે કે સલમાને એશ્વર્યા રાય સાથે સંબંધ તૂટ્યા પછી ગરિમામય મૌન ધારણ કરી રાખ્યુ. તે આ વિશે વાત કરવી પણ પસંદ નથી કરતા. એ યાદો તેમની પર્સનલ છે અને એ તેને પોતાની પાસે જ સાચવી રાખવા માંગે છે. જ્યારે કે વિવેકે એક તક મળતા જ પોતાની જાતને નાદાન બતાવવાના પ્રયત્નો કર્યા.


આ પણ વાંચો :