કરિનાના લગ્નમાં આમિર આપશે એક ખાસ ગિફ્ટ

વેબ દુનિયા|

P.R
આ તરફ જ્યા કરિના અને સૈફના મિત્રો આ બન્નેના લગ્નમાં સામેલ થઈ રહ્યા છે તો આ તરફ કરિનાની ફિલ્મ 'તલાશ'ના કો-સ્ટાર આમિર ખાને કરિના માટે એક ખાસ ગિફ્ટ પ્લાન કરી છે.

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતો અત્યારે તો શિકાગોમાં યશ રાજ બેનરની 'ધૂમ 3'ના શૂટિંગમાં વ્યસ્ત છે પણ તે 18મી ઓક્ટોબરના રોજ તેની આવનારી સસપેન્સ થ્રિલર ફિલ્મ 'તલાશ'ના મ્યુઝિક લોન્ચ માટે ઈન્ડિયા આવવાનો છે.

યુનિટના એક સભ્યએ જાણીતા અખબાર સાથે વાત કરતા ખુલાસો કર્યો હતો કે, "શિકાગોમાં ધૂમ 3ના વ્યસ્ત શૂટિંગ શિડ્યુઅલમાંથી આમિર ખાને એક દિવસ બાજુએ રાખ્યો છે. તે આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે ઈન્ડિયા આવવાનો છે. દુર્ભાગ્યવશ, માત્ર કરિના આ ઈવેન્ટમાં નહીં આવી શકે. માટે ફિલ્મના પ્રોડ્યુસર ફરહા અખ્તર, રિતેશ સિધવાણી સાથે આમિર ખાને એક નવો આઈડિયા વિચાર્યો છે. કરિના ફિલ્મના મુખ્ય કલાકારોમાંની એક હોવાને કારણે તે ઈવેન્ટમાં કોઈને કોઈ રીતે તો હાજર હોવી જ જોઈએ. આ સમયે કરિનાના જીવનનો સૌથી મહત્વનો સમય છે ત્યારે તેના નામે ઉજાણી કરવાથી વધુ સારો આઈડિયા શું હોઈ શકે."
સામાન્ય રીતે સોશિયલ ગેધરિંગથી દૂર રહેતા આમિર ખાને કરિનાની ખુશીઓને 'તલાશ'ની ટીમ સાથે મળીને ઉજવવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રએ ઉમેર્યું હતું કે, "આમિર, રાની મુખર્જી, નવાઝુદ્દીન સિદ્દીકી, રીમા કાગતી...બધા જ કરિના અને તેમની સાથેના કરિનાના સંબંધો વિશે કંઈકને કંઈક વાત કરશે. તેઓ કરિનાના જીવનમાં આવનારી આ ખુશીઓ માટે શેમ્પેનની બોટલ પણ ખોલશે. આ વાત કઈ આશ્ચર્યજનક નથી કારણ કે આ બધા જ લોકો કરિનાને સારી રીતે જાણે છે. તેમણે આ પહેલા પણ સાથે કામ કરેલું છે. હવે જ્યારે ફિલ્મ આવતા મહિને રિલીઝ થઈ રહી છે ત્યારે બધાને એક સમયે એકત્રિત કરી શકાય તે માટે આનાથી વધારે યોગ્ય તારીખ અને દિવસ તેમને ન સૂઝ્યો."


આ પણ વાંચો :