કેટરીના અને પ્રિયંકા આવશે એકસાથે ?

વેબ દુનિયા|
N.D
N.D

જો તમામ કામ યોજનામુજબ થઈ ગયુ તો આવનારી એક અનામ ફિલ્મમાં આપણે બોલીવુડની બે સફળ સુંદરીઓની દોસ્તી-દુશ્મની એક સાથે જોઈ શકીશુ. સમાચાર મુજબ બોલીવુડની એક ફિલ્મ નિર્માણ કંપનીએ હોલીવુડની મહાસફળ ફિલ્મ નિર્માણ કંપનીના હોલીવુડની મહાસફલ ફિલ્મ 'બ્રાઈડ વાર્સ'ના અધિકાર ખરીદી લીધા છે અને ટૂંક સમયમાં જ આ ફિલ્મ પર કામ શરૂ થવાનુ છે. ફિલ્મની વાર્તા બે મહિલા મિત્ર પર આધારિત છે. નસીબજોગે બંનેનુ લગ્ન એક જ સમયે નક્કી થઈ જાય છે અને તેમનુ વિવાહ સ્થળ પણ એક જ હોય છે, જેને કારણે બંને વચ્ચે તનાવ વધે છે અને પછી તેઓ એકબીજાની દુશ્મન બની જાય છે.
સૃષ્ટિ આર્યએ અસલ ફિલ્મના અધિકાર ખરીદ્યા છે અને બે મિત્રોની ભૂમિકા માટે કેટરીના અને પ્રિયંકા ચોપડાનો સંપર્ક કર્યો હતો. બંનેયે ફિલ્મ કરવામાં રસ બતાવ્યો. બાકી કલાકારોના નામ હજુ નક્કી નથી થયા.


આ પણ વાંચો :