શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By સમય તામ્રકર|

તારે જમીન પર કલાકારો આસમાનમાં

IFM
આમિર ખાને ફિલ્મ 'તારે જમી પર' નિર્દેશિત કરી તારાઓને જમીન પર લાવી દીધા, પણ પોતે આસમાન પર જઈને કલાકારની જેમ ઝગમગાવા લાગ્યા. જમીનથી ઉપર ઉઠતા જ માણસ પોતાને સર્વોત્તમ સમજવા લાગે છે. જેવુ આમિર ખાને કર્યુ.

તેમણે પોતાને નંબર વન બતાવતા કહ્યુ કે શાહરૂખને સલાહ આપી કે પોતાને નંબર ટૂ માની ે. શાહરૂખે પોતાના નિવેદનમાં આમિર ખાનને પોતાનાથી સારા સ્વીકારતા પોતાને નંબર બે માની લીધા. સાથે જ આ પણ કહ્યુ કે તેમની પત્ની ગૌરી આમિરની ખૂબ જ મોટી પ્રશંસક છે, તેથી તેઓ કોઈ પણ વિવાદને હવા નથી આપવા માંગતા.

IFM
પ્રભુતા અને સફળતાના મળવાથી વ્યક્તિનુ જમીનથી બે ઈંચ ઉપર ઉઠીને હવામાં ચાલવા માંડવુ એ દુનિયાનો નિયમ છે. ફિલ્મ-વર્લ્ડ તો એવો જ ગ્લેમર, પૈસા, પ્રસિધ્ધિથી ભરેલો હોય છે. આના નશામાં આમિર જેવો સમજદાર અને ઓછો બોલનારો કલાકાર સાર્વજનિક રીતે પોતાને નંબર વન જાહેર કરે છે તો એમા કોઈ આશ્વર્ય નથી. આવુ કહીને તેમણે એક તીરથી બે શિકાર કર્યા છે.

પોતાને નંબર વન, શાહરૂકને નંબર ટૂ કહ્યા બાદ અમિતાભ બચ્ચન જેવા સુપર સિતારાનુ પત્તુ પણ કાપી નાખ્યુ છે. અમિતાભ વચ્ચે નથી, તેથી શાહરૂખે ઉતાવળમાં પોતાને નંબર ટૂ સ્વીકારવામાં જરાપણ મોડુ ન કર્યુ.

બોલીવુડમાં નંબર વનની હરિફાઈ પાંચમા દશકથી ચાલી આવી છે. જ્યારે અશોક કુમાર એકલા સફળતાની ધ્વજા લહેરાવી રહ્યા હતા, ત્યારબાદ તેમને ત્રિદેવ - દિલીપ કુમાર,દેવ આનંદ, રાજ કપૂર મળ્યા.

IFM
આ ત્રણે વચ્ચે અઘોષિત સ્પર્ધા થતી રહેતી હતી,પણ તે સમયમાં ગળાકાપ પ્રતિસ્પર્ધા નહોતી. તેઓ એકબીજાની ફિલ્મ જોતા અને તેના વખાણ પણ કરતા. સામાજિક કાર્યમાં તેઓ એકબીજાની સાથે હાથમાં હાથ પકડી કામ કરતા હતા.

દિલીપ કુમારના લગ્નમાં ઘોડીની એક બાજુ રાજકપૂર અને બીજી બાજુ દેવઆનંદ ઠુમકા લગાવી રહ્યા હતા. બેગાની શાદીમે અબ્દુલ્લા દિવાના થવાને બદલે તેમણે સાધારણ જાનૈયા બનવાનુ વધુ પસંદ કર્યુ હતુ. આ જ કારણ હતુ કે આ ત્રણે ત્રિપુટીની દોસ્તી રાજકપૂરના મૃત્યુ સુધી અટૂટ બની રહી.

મુશ્કેલી સાહીંઠના દશકાથી શરૂ થાય છે. મનોજ કુમાર, દેશભક્તિનો વસંતી ચોલો પહેરીને પરદા પર આવતાં હતા અને પોતાની જાતને પહેલી હરોળમાં સ્થાપિત કરવાની કોશિશ કરતા હતા. સિલ્વર-જુબલી કુમાર એટલેકે રાજેન્દ્ર કુમારની અનેક ફિલ્મોએ સિલ્વર જુબલી કેમ મનાવી, તે સોનાની ચમચી લઈને ચાલી પડ્યા.
IFM

રિબૈલ-હીરો શમ્મી કપૂર યાહૂના હુકારા સાથે ગર્જના કરવા લાગ્યા. આ બધાથી આગળ નીકળી પડ્યા રાજેશ ખન્ના. યૂનાઈટેડ પ્રોડ્યૂસર્સ કાંટેસ્ટમાં વિજેતા બનીને ઉભરી આવેલા રાજેશ ખન્નાએ ગોસિપ મહારાણી પત્રકાર દેવયાની ચૌબલની આંગળી પકડીને પોતાની જાતને સુપરસ્ટાર જાહેર કરાવી લીધો.

કદી આરાધનાના દ્વારા સપનાની રાણીની શોધ કરવા લાગ્યા તો કદી પોતાની કટી પતંગ આકાશમાં ઉડાવવા લાગ્યા. રોમેંટિક ફિલ્મોના ગાળામાં આપણા આ ગુરૂ ઝભ્ભો, મિચમિચાતી આંખોની મદદથી તેમને દેશની જવાન છોકરીઓનુ એવુ દિલ જીતી લીધુ કે તેઓ રાજેશ ખન્નાનુ નામ પોતાના હાથ પર ગૂંદાવવા લાગી અથવા ગળામાં તાવીજ બાંધવા લાગી.

સફળતાના નશામાં ચૂર રાજેશ ખન્ના પોતાનો વરઘોડો બોબી ડિમ્પલના આંગણામાં લઈ ગયા અને દેશના નંબર વન હીરોનો મુકટ તેમણે પોતે જ પહેરી લીધો. રાજેશનો સૂર્ય અસ્ત કરવા એંગીયંગમેન બનીને અમિતાભ બચ્ચન આવ્યા. જોતજોતામાં તેઓ સુપરસ્ટાર બની ગયા.

IFM
વર્ષો સુધી સિંહાસન પર રાજ કર્યા પછી આજે તેમણે ચરિત્ર ભૂમિકા ભજવીને પોતાની લોકપ્રિયતાને બરકરાર રાખી છે.
અનિલ કપૂર અને સની દેઓલે નંબર વન બનવાની નાકામયાબ કોશિશો કરી.

ખાન-ત્રિપુટી એટલે કે શાહરૂખ-સલમાન-આમિર થોડા વર્ષ તો સાથે ચાલ્યા. કોઈ ફરિયાદ કે નંબર વન બનવાની હરીફાઈ નહી. એકાએક આમિરે પોતાને નંબર વન જાહેર કરીને ચા ના ગ્લાસમાં ખળભળાટ લાવી દીધો છે. હવે જોવાનુ એ છે કે આ નંબર વનનો ઉંટ કંઈ બાજુએ પડખુ લઈને બેસે છે.