દીપિકાને દોસ્ત બનાવવાનો પ્રયત્ન- ધોની

IFMIFM

નવી દિલ્હી (વાર્તા) પોતાની લાંબા વાળ માટે પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફ પાસેથી પણ પોતાના વખાણ સાંભળી ચુકેલ ભારતના ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જણાવ્યું હતું કે તેમણે ફક્ત થોડાક બદલાવ ખાતર પોતાના વાળ ટુંકા કરાવ્યાં છે અને તેમાં કોઇ ખાસ બાબત નથી.

ટ્વેંટી-20 વિશ્વકપ જીતનાર ટીમની સાથે અહીંયાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને મળ્યા બાદ ધોનીએ જણાવ્યું હતું કે મે મારી હેરસ્ટાઇલમાં બદલાવ લાવવા માટે આ નવી સ્ટાઈલ સ્વીકારી છે.

તેઓએ થોડાક દિવસ પહેલા પોતાના વાળ કાપીને ટુંકા કરાવ્યા હતાં. ઘણાં વર્ષોથી તેમના વાળ લાંબા હતાં. હકીકતમાં બોલીવુડની નવી હીરોઈન દીપિકા પાદુકોણ સાથે તેમનું નામ જોડાયા બાદ આ રીતનો વ્યવહાર લોકોના મનમાં ઘણાં પ્રકારના સવાલ ઉભા કરે છે.

જ્યારે ધોનીને દીપિકા વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ આ બોલીવુડની અભિનેત્રી સાથે ફક્ત દોસ્તી બાંધવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેઓએ જનાવ્યું હતું કે હું મારી જીંદગીમાં પહેલી વખત કોઇ છોકરીને દોસ્ત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને દીપિકા પણ આવું જ કરી રહી છે.

નવી દિલ્હી| વાર્તા| Last Modified બુધવાર, 31 ઑક્ટોબર 2007 (11:04 IST)
તે પણ મારી સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ પ્રસંગે ધોનીએ ક્રિકેટની સાથે જોડાયેલ સવાલના જવાબ આપવાની સાફ મનાઈ કરી દીધી હતી. પૂર્વ કેપ્ટન રાહુલ દ્વવિડને પાકિસ્તાનની વિરુધ્ધ પહેલી બે વનડે મેચ માટે તેમની પસંદગી ન કરવા બદલ મીડીયાએ સવાલોનો વરસાદ કરી દીધો હતો.


આ પણ વાંચો :