દોશીને સજા

નઇ દુનિયા| Last Modified રવિવાર, 3 જૂન 2007 (09:51 IST)
જોન અબ્રાહમે પણ ગૌરાંગ દોશીને તેનસ ભૂલ માટે સજા આપવાના ભાગ રૂપે તેમની આગામી ફિલ્‍મ છોડ્યાની જાહેરાત કરી છે. દોશી પર તેની ગર્લ ફ્રેન્‍ડ ફ્લોરા સૈનીને ખરાબ રીતે માર મારવાની ભૂલ ભારે પડે છે. પોલિસે તો તેની મહેમાનગતી સારી કરેલી. સાથે-સાથે તેની આગામી ફિલ્‍મ 'હેપ્પી બર્થ ડે' માંથી ‍કલાકારોની જાવક ચાલુ થઇ ગઇ છે.

સર્વ પ્રથમ ઐશ્વર્યા રાયે આ ફિલ્‍મમાંથી હટી ગઇ હતી. અને હવે જોન અબ્રાહમે પણ આ ફિલ્‍મ છોડી છે. મારપીટના કેસના કારણે બંનેએ ફિલ્‍મ છોડી છે એવું માનવામાં આવે છે. ઐશ્વર્યા અને જોને આ ફિલ્‍મ છોડતાં ગૌરાંગનો આ પ્રોજેક્ટના ડબાંમાં જવાનાં એંધાણ જણાય રહ્યાં છે.આ પણ વાંચો :